SURAT માં 4 શંકાસ્પદ બાંગ્લાદેશી યુવતી ઝડપાઇ, પોલીસને ઉલ્લુ બનાવી ફરાર થઇ પછી...
જીલ્લાના ઘલુડી પોલીસ હેડ ક્વાટર પરથી પોલીસ જાપ્તામાં નજરકેદ એવી ચાર બાંગ્લાદેશી મહિલાઓ ગઈકાલે પોલીસીની નજર ચૂકવીને ફરાર થઇ ગઈ હતી. જો કે ગણતરીના કલાકોમાં સુરત જીલ્લા એસ ઓ જી દ્વારા ચાર પૈકી ત્રણ મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. જો કે આ મહિલાઓ ભાગી છુટવામાં સફળ રહીહોવાનું લાગલા બે મહિલા કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
સંદીપ વસાવા/સુરત : જીલ્લાના ઘલુડી પોલીસ હેડ ક્વાટર પરથી પોલીસ જાપ્તામાં નજરકેદ એવી ચાર બાંગ્લાદેશી મહિલાઓ ગઈકાલે પોલીસીની નજર ચૂકવીને ફરાર થઇ ગઈ હતી. જો કે ગણતરીના કલાકોમાં સુરત જીલ્લા એસ ઓ જી દ્વારા ચાર પૈકી ત્રણ મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. જો કે આ મહિલાઓ ભાગી છુટવામાં સફળ રહીહોવાનું લાગલા બે મહિલા કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
નર્સ યુવતીને શાહિદે કહ્યું, મારે ઓપરેશન થિયેટરમાં તારૂ સ્પેશિયલ ઓપરેશન કરવું છે જો તું...
ઓગસ્ટ ૨૦૨૧ માં સુરત જીલ્લા પોલીસે કામરેજના કઠોર ગામેથી બાતમીના આધારે કોઈ પણ જાતના આધાર પુરાવા વગર વસવાટ કરતી ચાર જેટલી બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી હતી. ચારેય બાંગ્લાદેશી મહિલાઓને સુરત જીલ્લાના ઘલુડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શેલ્ટર હોમમાં નજરકેદ રાખવામાં આવી હતી. ગઈકાલે સવારે ૧૨ વાગ્યાની આસપાસ આ મહિલાઓ પોલીસ હેડ ક્વાટર ખાતે હતી. જો કે મહિલા કોન્સ્ટેબલની નજર ચૂકવીને ભાગી છુટી હતી.
એક સમયે મજૂરી માટે જતા હતા દુર-દુર આજે ખેતી કરીને થાય છે કરોડોની કમાણી
જો કે કામરેજ પોલીસે તેમજ જીલ્લા એસ સી બી તેમજ એસ ઓ જી દ્વારા તરત જ આ મહિલાઓને પકડી પાડવામાં માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જીલ્લા એસ ઓ જી દ્વારા ગણતરીના કલાકોમાં ચાર પેકીની ૨ મહિલાઓને અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી તેમજ એક મહિલાને અમદાવાદ જઈ રહી હતી. દરમ્યાન ભરૂચ ખાતે બસમાંથી ઝડપી પાડવામાં આવી હતી. હાલ પોલીસે હાશની, સુમૈયા તેમજ લાશની બેગમ નામની મહિલાને ઝડપી પાડી છે. જયારે diya ઉર્ફે લીઝા નામની મહિલા હજુ પોલીસ ફરાર છે. સમગ્ર મામલે જીલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ હેડ ક્વાટર ખાતે ફરજ બજાવતી ૨ મહિલા પોલસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube