ચેતન પટેલ/સુરતઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 30 હજારને પાર પહોંચી ગઈ છે. હવે અમદાવાદ બાદ અચાનક સુરતમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. અહીં કુલ કેસોની સંખ્યા 4 હજારને પાર પહોંચી ચુકી છે, તો અત્યાર સુધી 151 લોકોના મૃત્યુ પણ થયા છે. આ સાથે કુલ 2732 દર્દીઓ સાજા થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી સુરતમાં દરરોજ 150થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સુરતની કોવિડ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમેરાથી રખાશે હોસ્પિટલ પર નજર
સુરતની કોવિડ હોસ્પિટલમાં 30 જેટલા સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. આ કેમેરાથી હોસ્પિટલની સમગ્ર કાર્યવાહી પર નજર રાખવામાં આવશે. મહત્વનું છે કે, સુરતની કોવિડ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળવાની અનેક ફરિયાદો સામે આવી હતી. આ કેમેરાને મુખ્યમંત્રીની ઓફિસ સાથે પણ કનેક્ટ કરવામાં આવશે. ક્રિટિકલ, સેમી ક્રિટિકલ, આઈસીયૂ સહિતના વિભાગોમાં કેમેરા લગાડવામાં આવ્યા છે. 


રાજ્યમાં કોરોના કહેર યથાવત્ત: નવા 580 કેસ સામે, 532 સાજા થઇને ઘરે પરત ફર્યા


સુરતમાં શનિ-રવિ કાપડ માર્કેટ બંધ
શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સુરત કાપડ માર્કેટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરની બેઠક બાદ શનિ-રવિ કાપડ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી આ શનિ-રવિ કાપડ માર્કેટ બંધ રહેશે. આ સાથે જે કોઈ વેપારી બહારથી આવશે તો તેણે ફરજીયાત 14 દિવસ ક્વોરેન્ટીન રહેવું પડશે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube