રાજકોટઃ રાજકોટમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં તા.૨૮/૦૭/૨૦૨૦, સાંજે ૫:૦૦ વાગ્યા થી તા.૨૯/૦૭/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૩૦ (ત્રીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. તો રાજકોટમાં વધી રહેલા કેસોને કારણે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાજકોટની મુલાકાત લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેરમાં અત્યાર સુધી 1062 કેસ
નવા 30 કેસની સાથે રાજકોટ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1062 પર પહોંચી ગઈ છે. તો હાલ 576 દર્દીઓ સારવાર હેઠળ છે. તો રાજકોટ જિલ્લામાં 1600 જેટલા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે અત્યાર સુધી 25 લોકોના મૃત્યુ પણ થયા છે. 


સુરત: શાકભાજીની લારીઓ વાળા SMC સાથે બાખડ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા


રાજકોટમાં સીએમની સમીક્ષા બેઠક
રાજકોટમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી છે. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાજકોટમાં કોરોના સ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓ સાથે યોજાયેલી રિવ્યુ બેઠકમાં કોરોના અંગેની ચર્ચા થઈ હતી. રાજકોટમાં કોવિડ માટે 3500 બેડની વ્યવસ્થા કરવાની સીએમએ મોટી જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે, દરેક સંપ્રદાયને મારી વિનંતી છે કે કોરોના મહામારીમાં કેસ વધી રહ્યાં છે ત્યારે જાહેરમાં કોઈ પણ કાર્યક્રમ ન થવો જોઈએ. આયોજકો જ પોતે આગળ આવીને જાહેરાત કરે. લોકો શ્રદ્ધા મુજબ પોતાના ઘરે ઉજવણી કરે. કલેક્ટરે લોકમેળો નહિ થવાની જાહેરાત કરી દીધી છે. પરિસ્થિતિ આવી રહેશે તો નવરાત્રિ પણ નહિ થાય. પરિસ્થિતિમાં સુધાર હશે તો જે-તે સમયે નિર્ણય લઈશું.  


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube