દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે! જાણો 300 કરોડમાં બનનારું વિશાળ વૃદ્ધાશ્રમ કેવું હશે?
માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાન, શિવાનંદ આશ્રમના અધ્યક્ષ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ સંરક્ષક પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે હાલ સદભાવના વૃદ્ધાશ્રમમાં 650 વડીલોની સેવા થઇ રહી છે, જેમાં 200 વડીલ તો સંપૂર્ણ પથારીવશ છે.
ઝી બ્યુરો/રાજકોટ: એક તરફ સંયુક્ત પરિવારની ભાવના ઓછી થવી બીજી તરફ આધુનિકતાના નામે સંતાનો દ્વારા પોતાના માતાપિતાને તરછોડી દેવાની માનસિતા. જેના કારણે ઘડપણમાં પોતાના બાળકોનો સાથ અને હૂંફ ઝંખતા માતા-પિતાને નાછૂટકે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. જેઓની સંખ્યા ઓન સતત વધી રહી છે.
7મું પાસ ગુજરાતીના ખાતામાં આવ્યા 11000 કરોડ, થોડીવારમાં જ છાપી દીધા આટલા બધા રૂપિયા
પરિવાર દ્વારા તરછોડી દેવાયેલા અથવા અન્ય મજબૂરીના કારણે વૃદ્ધાશ્રમની જરૂરિયાત માટે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમ બનાવવાની જાહેરાત કરવામાં આવી. રાજકોટ જામનગર હાઇવે પર રામપર ખાતે 30 એકર જગ્યામાં રૂ 300 કરોડના ખર્ચે સાત માળના 4 બ્લોકમાં 1400 રૂમ ધરાવતા અતિ વિશાળ વૃદ્ધાશ્રમ બનાવવાની જાહેરાત કરવામાં આવી. જેમાં એક સાથે 5000 વડીલો રહી શકે એવી તમામ વ્યવસ્થા ઉભી કરાશે.
આ એક ભૂલના કારણે કર્ણને પણ સ્વર્ગમાંથી 16 દિવસ પૃથ્વી પર આવવું પડ્યું હતું, આ છે કથા
આ અંગેની માહિતી આપતા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાન, શિવાનંદ આશ્રમના અધ્યક્ષ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ સંરક્ષક પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે હાલ સદભાવના વૃદ્ધાશ્રમમાં 650 વડીલોની સેવા થઇ રહી છે, જેમાં 200 વડીલ તો સંપૂર્ણ પથારીવશ છે. જેઓની દૈનિક ક્રિયાથી લઇ અન્ય તમામ પ્રવુત્તિઓ માટે કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. નવા બનનારા વૃદ્ધાશ્રમમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનિટી હોલ સહિતની તમામ અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.
અંબા આવો તો રમીએ...ચણિયાચોળી-ઓક્સોડાઈઝના ઘરેણાનું હબ છે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ
વૃદ્ધાશ્રમના નિર્માણ લાભાર્થે સંસ્થા દ્વારા 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજ માટે ઉપયોગી એવા આ કાર્ય માટે શારદાપીઠન શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સરસ્વતીજી તેમજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આશીર્વાદ પણ મેળવવામાં આવ્યા છે.
Relationship Tips: બેડરુમમાં પત્નીને ટર્ન ઓફ કરી દે છે પુરુષની આ આદતો