અંબા આવો તો રમીએ...ચણિયાચોળી અને ઓક્સોડાઈઝના ઘરેણાનું હબ છે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ

આગામી નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રીના પર્વને લઇ અંબાજીના બજારોમાં ચણિયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસ મટીરીયલની ઘરાકી ખુલવા પામી છે.

અંબા આવો તો રમીએ...ચણિયાચોળી અને ઓક્સોડાઈઝના ઘરેણાનું હબ છે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ

Ambaji Temple: આમ તો વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે, જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે અન્ય જેમાં એક ચૈત્ર માસમાં આવતી હોય છે. જયારે બીજી આસો માસ ની નવરાત્રીમાં આવતી હોય છે. આ ચારે નવરાત્રીમાં આસો સુદ નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. જેમાં યુવાધન હિલોળે ચઢતું હોય છે. જેમાં અંબે એટલે કે દુર્ગા માંનું અનુષ્ઠાન કરવાનું પર્વ મનાય છે. આ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાધન ગરબે રમવાની ઇંતજારીની સાથે ભરપૂર તૈયારીમાં લાગી ગયા છે. જેમાં ટ્રેડિશનલ ડ્રેસની સાથે ચણિયાચોળીનો ક્રેઝ વધારે જોવા મળતું હોય છે. 

આગામી નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રીના પર્વને લઇ અંબાજીના બજારોમાં ચણિયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસ મટીરીયલની ઘરાકી ખુલવા પામી છે. આમ તો મોટા ભાગે ચણિયાચોળી કચ્છી અને બાડમેર જેવી પ્રખ્યાત પેટર્ન વળી પહેલા બહારથી મંગાવી યુવાનો ગરબે ઘૂમતા હતા પણ હવે આ બધી પેટર્નનું પ્રોડક્શન અંબાજીમાં જ થવા લાગ્યું છે. અંબાજીમાં બનતી આ ચણિયાચોળી ગુજરાત જ નહિ પણ અન્ય રાજ્યોમાં પણ અંબાજીમાં બનેલી ચણિયાચોળીનો માલ મોકલવામાં આવે છે. આ ચણિયાચોળી બનાવવાની ધૂમ કામગીરી કારીગરો કરી રહ્યા છે. 

અંબાજીમાં હમણાં જ ભાદરવી પૂનમનો મેળો ગયા બાદ નવરાત્રી આવવાની હોઈ વિવિધ પ્રકારની ચણિયાચોળીનો વેપાર ધમધમી રહ્યો છે. વેપારીઓ પણ અનેક પ્રકાર ની ચણિયાચોળી દુકાનો આગળ લગાવી ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહિ દુકાનોમાં આવેલા ગ્રાહકોને પણ સંતોષ થાય તેવી અનેક પ્રકારની ચણિયાચોળી પ્રદર્શિત કરવામાં આવે છે. મેળા બાદ પણ જે રીતે હાલમાં અંબાજીમાં યાત્રિકોની ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે યાત્રિકો પણ દર્શનની સાથે ચણિયાચોળી પસંદ કરવાનું ભૂલતા નથી. અંબાજીના બજારમાં ચણિયાચોળીની અનેક પેટનો જોઈ ગ્રાહક પોતે મુંજાઈ જતો હોય તેટલા પ્રકારની ચણિયાચોળી જોવા મળતી હોય છે. તેમાં પણ ખાસ કરી ઘેર વાળી ચણિયાચોળી વધુ પસંદ કરતા હોય છે ત્યારે વ્યાજબી ભાવમાં અનેક પ્રકારની વેરાયટીઓ અંબાજીમાં જોવા મળતા ચણિયાચોળી માટે અંબાજી ચણિયાચોળીનું હબ સ્ટેશન બન્યું છે. 

અંબાજીમાં માત્ર ચણિયાચોળી જ નહિ સાથે ઓકસોડાઇસના ઘરેણાં પણ જેમ સ્ત્રીના શણગારમાં એક નવું પીછું ઉમેરતું હોય તેવા આકર્ષણ જમાવતા અનેક પ્રકારના સેટ પાટલા કાનના કુંડળ સહીત અનેક પ્રકારના ઘરેણાં યાત્રિકો ખરીદતા નજરે પડે છે. જેમ અસલી દાગીના લૂંટાઈ જવાના કે ખોવાઈ જવાના ડરથી લોકો સસ્તા અને અનેક પ્રકારના પોષાય તેવા ભાવમાં ઓકસોડાઇસના ઘરેણાં અંબાજી માં મળી રહે છે. જોકે ખાસ કરી ચણિયાચોળીની મેચિંગના ઓકસોડાઇસના ઘરેણાં મળી જતા હોવાથી હાલમાં ઘરાકી છે જ પણ જેમ નવરાત્રી નજીક આવશે તેમ ઘરાકી વધુ જામશે.

જેમ અંબાજી ચણિયાચોળી માટેનું હબ મનાય છે ત્યાં રાજસ્થાની કચ્છી જેવી ચણિયાચોળી અંબાજીમાં બનવા લાગતા ટ્રાન્સઓપ્ટેશન સહીતના ખર્ચાઓ બચી જતા ગ્રાહકોને પોતાના બજેટમાં મળી રહે તેવી ચણિયાચોળી 500થી 5000 હજાર સુધીની મળી જાય છે ને ગુજરાતના આ ચણિયાચોળી વાળા ગરબા હવે ગુજરાત ભરમાં ઘેલુ લગાડી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news