અમદાવાદ: સ્માર્ટ સીટી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવવાના ભાવમાં 300 ટકાનો વધારો ઝિંકવામાં આવ્યો છે. જેથી હવે એક કલાક સાયકલ ચલાવવા માટે અગાઉ 2 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. તેના બદલે હવે માત્ર 15 મિનિટ સાયકલ ચલાવવા માટે 2 રૂપિયા ચૂકવવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં સાયકલ ચલાવવા ઈચ્છતા શહેરીજનો માટે માય બાઈક એપ્લિકેશન લોન્ચ કરવામા આવી છે. રિવરફ્રન્ટ વિસ્તારમાં શહેરના જે લોકો સાયકલ ચલાવવા માંગતા હોય એમને ભાડેથી સાયકલ આપવા માટે કોન્ટ્રાકટ આપવામા આવેલો છે. વિસ્તારમાં સાયકલ ચલાવવા માટે એક મહિના અગાઉ સાયકલ ચલાવવા માટે કોન્ટ્રાકટર દ્વારા જે ભાવ વસૂલવામા આવતો હતો તે ભાવમા હાલ કોન્ટ્રાકટર દ્વારા 300 ટકાનો વધારો કરવામા આવ્યો છે. 


ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આનંદો! આવતા વર્ષથી મેડિકલ શિક્ષણ ગુજરાતીમાં શરૂ થશે


અગાઉ પ્રતિ વ્યકિત ત્રીસ દિવસ માટે 199 રુપિયા સબસ્ક્રીપ્શન ચાર્જ કોન્ટ્રાકટર તરફથી વસૂલ કરવામા આવતો હતો. આ દર મુજબ પ્રતિ વ્યકિત પ્રતિ એક કલાકના બે રુપિયા વસૂલ કરવામા આવતા હતા. કોન્ટ્રાકટર દ્વારા રિવરફ્રન્ટ વિસ્તારમા સાયકલ ચલાવવાના ભાવમાં વધારો કરવામા આવતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ઉપર બોજો પડ્યો છે.


ગુજરાતમાં કારમી હાર બાદ પણ કોંગ્રેસે અમિત ચાવડા પર કેમ લગાવ્યો દાવ! જાણો અંદરની વાત


જે મુજબ પ્રતિ વ્યક્તિએ એક કલાકનો 2 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવતો હતો. પરંતુ કોન્ટ્રાક્ટરે 300 ટકા ભાવ વધારી હાલ 15 મિનિટ માટે સાયકલ ચલાવવા માટે 2 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. આ તોતિંગ ભાવ વધારાથી રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવવાની મજા માણવા આવતા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને બેવડો માર પડ્યો છે.


થાઇ મસાજ ખૂબ સાંભળ્યું...પણ આ ગુજ્જુ ખેડૂતે થાઇ જામફળની ખેતી કરી જમાવટ કરી દીધી