ઝી બ્યુરો/વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના તીસ્કરી તલાટ ગામ ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં 31 લાખ રુદ્રાક્ષના સથવારે  31 ફુટનાં વિરાટ રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત થઈ છે ત્યારે આ શિવલિંગ પાંચમી વખત લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સ નામ નોંધવા જઈ રહયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ધારાસભ્યોની દાદાગીરી: નોટિસ છતાં ક્વાર્ટર ખાલી ન કરતાં આજે તાળા તોડી કબજો


શિવ-કથાકાર બટુકભાઈ વ્યાસ દ્વારા શિવરાત્રી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે દર વર્ષે ઉજવવામાં આવે છે  દર વર્ષે જુદા જુદા જિલ્લા અને રાજ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાઇ છે. ત્યારે આ વર્ષે આ શિવરાત્રી મહોત્સવમાં ધરમપુર તાલુકાના તીસ્કરી તલાટ ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ વર્ષે શિવ રાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં 31 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા 31 ફૂટ ઉંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન - અભિષેક, જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, 11 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, 15 ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન -મહાપ્રસાદ - ભંડારાનું ભવ્ય અને  દિવ્ય આયોજન તીસ્કરી તલાટ ગામે કરતાં સમગ્ર ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે.


રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણો શું છે કેસ


કથાકાર બટુકભાઈ વ્યાસ છેલ્લા 37 વર્ષથી શિવરાત્રી નિમિત્તે રુદ્રાક્ષનું શિવલિંગ બનાવી શિવ ભક્તોને રુદ્રાક્ષના અલોકીક શિવલિંગના દર્શન કરાવતા આવ્યા છે. ત્યારે આ શિવલિંગ ચાર વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું સ્થાન મેળવ્યું છે. સાથે આ વર્ષે પણ 31 ફૂટ ઊંચું શિવલિંગ અને 31 લાખ રૂદ્રાક્ષનું આ શિવલિંગ ફરી એક વખત લિમ્કા બુકમાં સ્થાન મેળવવા જઈ રહ્યું છે. આ શિવલિંગને જોવા ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રથી પણ ઘણા ભક્તો દર્શન કરવા આવે છે. ધરમપુરમાં શિવલિંગ બનતા ધરમપુરનું વાતાવરણ ભક્તિમય બન્યું છે. 


ઓ બાપ રે! હવે છોકરીઓ નહીં છોકરાઓ પણ નથી સુરક્ષિત, 5 છોકરાઓએ સગીર પર કર્યો રેપ