રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણી લો ચકચારી કયો છે મામલો

પરીમલ નથવાણીએ આત્મહત્યા મામલાની ગહન તપાસ થાય તેવી માંગ કરી છે. ગીર સોમનાથ વેરાવળના પ્રતિષ્ઠિત તબીબ ડો.ચગએ કરેલ આત્મહત્યા મામલે રાજ્યસભાના સાંસદનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.

રીલાયન્સના પરિમલ નથવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેમ કરવી પડી વિનંતી, જાણી લો ચકચારી કયો છે મામલો

ઝી બ્યુરો/સોમનાથ: વેરાવળના નામાંકિત તબીબની આત્મહત્યા અને પોલીસને મળેલ સ્યુસાઈડ નોટમાં જાહેર થયેલા નામોથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. તો સમગ્ર ચકચારી મામલે પોલીસ કાર્યવાહી તેજ બની ગઈ છે. પોલીસે મૃતક તબીબના પુત્રનું નિવેદન નોંધી એ.ડી દાખલ કરી છે. વર્તમાન એમ. પી નું ભળતું નામ રાજેશભાઈ ચુડાસમા હોવા મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનામાં હવે પરીમલ નથવાણીએ ઝંપલાવ્યું છે.

પરીમલ નથવાણીએ આત્મહત્યા મામલાની ગહન તપાસ થાય તેવી માંગ કરી છે. ગીર સોમનાથ વેરાવળના પ્રતિષ્ઠિત તબીબ ડો.ચગએ કરેલ આત્મહત્યા મામલે રાજ્યસભાના સાંસદનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે રીલાયન્સ ગ્રુપના ડિરેકટર અને સાંસદ પરીમલ નથવાણીએ આત્મહત્યા મામલાની ગહન તપાસ થાય તેવી માંગ કરી છે. ડો.ચગની સુસાઈડ નોટ મામલે ગહન તપાસ થાય તે માટે ગૃહમંત્રીને પરીમલ નથવાણીએ ખાસ વિનંતી કરી હતી. ડો.ચગએ આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ હોવાની લાગણી વ્યક્ત કરી. પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું. 

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાંત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. 

આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહમંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news