Breaking: રાજ્યમાં કોરોના વાયરસના નવા 313 કેસ, 17 લોકોના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 4395 પર પહોંચી
ગુજરાતમાં અત્યાર સુધી કુલ મળીને કોરોના વાયરસના 64007 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 4395 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો 59612નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 313 કેસ નોંધાયા છે, તો 17 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4395 પર પહોંચી ગઈ છે. નવા 313 કેસોમાંથી 249 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. તો વડોદરામાં 19, સુરતમાં 13 અને ગાંધીનગર જિલ્લામાં 13 કેસ નોંધાયા છે.
ક્યાં નોંધાયા નવા કેસની વિગત
રાજ્યમાં નવા નોંધાયેલા 313 કેસમાં અમદાવાદમાં 249, આણંદમાં 3, અરવલ્લીમાં 1, ભાવનગરમાં 4, દાહોદમાં 1, ગાંધીનગરમાં 10, મહેસાણામાં 3, સુરતમાં 13, વડોદરામાં 13 અને પંચમહાલમાં 10 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કુલ 4395 કેસ
નવા 313 કેસની સાથે ગુજરાતમાં કોરોના પીડિતોની સંખ્યા 4395 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 3026 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 614, વડોદરામાં 289, આણંદમાં 74, ગાંધીનગરમાં 48, રાજકોટમાં 58 અને ભાવનગરમાં 47 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 17 લોકોના મૃત્યુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે કુલ 17 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી 12 લોકોના મૃત્યુ અમદાવાદ, સુરતમાં 3, વડોદરામાં 1 અને આણંદમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસને કારણે કુલ 214 લોકોના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 86 લોકો ડિસ્ચાર્જ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 86 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં 53, આણંદમાં 1, બનાસકાંઠામાં 3, ભરૂચમાં 4, કચ્છમાં 1, મહીસાગરમાં 5, મહેસાણામાં 3, પંચમહાલમાં 1, રાજકોટમાં 1, સુરતમાં 14 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યભરમાં કુલ 613 લોકોએ કોરોનાને માત આપી છે.
શું છે રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 4395 કેસ નોંધાયા છે. જેમાંથી 3568 એક્ટિવ કેસ છે. જેમાંથી 33 લોકો વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી કુલ 613 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ 214 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં 64 હજારથી વધુ ટેસ્ટ થયા
ગુજરાતમાં અત્યાર સુધી કુલ મળીને કોરોના વાયરસના 64007 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 4395 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો 59612નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો હાલ રાજ્યમાં કુલ 45089 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. જેમાંથી 41527 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે.જ્યારે 3401 લોકો સરકારી ફેસિલીટીમાં ક્વોરેન્ટાઇન છે. તો 161 લોકો ખાનગી ફેસેલીટીમાં ક્વોરેન્ટાઇન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર