નિલેશ જોશી/દમણ :કેન્દ્રશાસિત દમણ લિકર ફ્રી પ્રદેશ છે. ત્યારે દર વર્ષે ગુજરાતના હજારો પ્રવાસીઓ વર્ષના અંતિમ દિવસ એટલે કે 31st નાઈટ પાર્ટીની (31st New Year Party Daman 2021) મજા માણવા દમણમાં પઘારે છે. દમણમાં આ વર્ષે પ્રશાસન (Daman) દ્વારા 31st ને ધ્યાને રાખી રાત્રીના 11 વાગ્યા બાદ નાઈટ કરફ્યુ (Night curfew) અમલમાં મુકાયો છે. સમયમર્યાદાને કારણે 12 વાગ્યે નવા વર્ષને વેલકમ કરવા યોજાતી ફેમસ DJ નાઈટ પાર્ટી પર ગ્રહણ લાગ્યું છે. હોટેલ સંચાલકોએ કોવિડ ગાઈડલાઈનને (Covid Guideline) પગલે પ્રવાસીઓનું બુકિંગ લેવાનું માંડી વાળી સીમિત આયોજન સાથે જ ઉજવણી કરવી પડશે તેવી ઘોષણા કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર વર્ષે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા પ્રવાસન સ્થળ દમણની હોટેલોમાં (Daman Hotels) પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડે છે. 31st નાઈટ પાર્ટીમાં (31st New Year Party Daman 20201) શરાબ, સી-ફૂડ, વેજ-નોનવેજ વાનગીઓની લિજ્જત અને DJના તાલે ઝૂમવા આવતા પ્રવાસીઓ આ દિવસોમાં 2 કે 3 દિવસના પ્રવાસે આવે છે.


આ પણ વાંચો : અંતિમ શ્વાસ સુધી કેદની સજા મળતા જ નરાધમે કરી નફ્ફટાઈ, જજ પર ફેંક્યું ચપ્પલ 


દમણમાં 31 st ન્યુ યર પાર્ટી પર નાઈટ કરફ્યુનું ગ્રહણ, હોટેલ સંચાલકોમાં ચિંતામાં
લોકો નવા વર્ષ માટે નાઈટ કરફ્યુમાં ફેરફાર થાય તેવી સરકાર પાસે આશા રાખી બેસ્યા છે. આ વખતે દમણની હોટેલોમાં 31st નાઈટ પાર્ટીના આયોજન અંગે કોવિડ ગાઈડલાઈનના (Covid Guideline) કારણે અસમંજસભરી સ્થિતિનું નિર્માણ થયું છે. હોટેલ સંચાલકો અને પ્રવાસીઓ પ્રશાસનની નાઈટ કરફ્યુ (Night curfew) ગાઈડલાઈનમાં ફેરફર થાય તે માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. દમણમાં 31st DJ નાઈટ પાર્ટીનું આયોજન મુલત્વી રખાયું છે. સંઘપ્રદેશ દમણ (Daman administration) માં દર વર્ષે ગુજરાતના સુરત, અમદાવાદ, વડેદરા જેવા જિલ્લાઓમાંથી અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પ્રવાસીઓ 31st નાઈટ પાર્ટીની મજા માણવા પહોંચતા હોય છે. 31st નાઈટ પાર્ટીની પૂર્વ તૈયારીના ભાગરૂપે દમણની તમામ હોટેલમાં પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક વેરાયટીસભર વાનગી સાથે અન્ય સુવિધાની ઓફર કરતા પેકેજની જાહેરાત કરવામાં આવે છે. હોટેલોને રંગબેરંગી રોશનીથી શણગારી, વર્ષના અંતિમ દિવસ નિમિતે 12 વાગ્યા સુધી DJના તાલે પ્રવાસીઓ ઝૂમી શકે તેવો પ્રબંધ કરવામાં આવે છે.


આ પણ વાંચો : આખરે ‘આપ’ને ઝૂકવું પડ્યું, આમરણાંત ઉપવાસ કરનાર નેતા મહેશ સવાણીએ કર્યા પારણા


દમણમાં રાત્રીના 11 વાગ્યાથી નાઈટ કરફ્યુ અમલમાં
દમણમાં આ વખતે 31st નાઈટ પાર્ટીના તમામ આયોજનો પર બ્રેક લાગી છે. તેનું કારણ છે, દમણ પ્રશાસન દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી રાત્રીના 11 વાગ્યા બાદ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. એટલે હોટેલોમાં પણ 12 વાગ્યા સુધી થતી DJ પાર્ટી અને લિકર, વેજ નોનવેજ વાનગીઓનું આયોજન કરવાનું હોટેલ સંચાલકોએ ટાળ્યું છે. હોટેલ સંચાલકોનું કહેવું છે કે, પ્રસાશનની ગાઈડલાઈન મુજબ 12 વાગ્યે પાર્ટી કરવી શક્ય નથી. આ સાથે વધુ પ્રવાસી એકઠા કરવા પણ શક્ય નથી. એટલે આ વર્ષે 11 વાગ્યા સુધી જ હોટેલમાં આવેલા પ્રવાસીઓ માટે લાઈટ, મ્યુઝિક અને ખાણી-પીણીની વ્યવસ્થા કરી છે. પ્રવાસીઓ અહીં ફરવાની સાથે છપ્પન ભોગનો સ્વાદ લે છે. દમણમાં વર્ષના અંતિમ સપ્તાહમાં આવતા પ્રવાસીઓ દેવકા બીચ પર અને મોટી દમણ લાઈટ હાઉસ, જામપોર બીચ પર દરિયા કિનારે ફરી યાદગાર ક્ષણ બનાવે છે. આ સાથે અહીંની પોર્ટુગીઝ ધરોહરને નજરો નજર જુવે છે અને જે તે હોટેલમાં રોકાણ કરી શરાબ, સી-ફૂડ વાનગીઓનો રસ લે છે.


આ પણ વાંચો : રીક્ષામાં જતી અંધ મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ, પતિએ કહ્યું-અંધ છીએ તો શું થયું, હેવાનને પાઠ ભણાવ્યો


હોટેલોમાં 31st ની ઉજવણી માટે પ્રવાસીઓની ઇન્ક્વાયરી
દર વર્ષની જેમ દમણની તમામ હોટેલોમાં 31st નાઈટ પાર્ટીને લઈને પ્રવાસીઓ બુકિંગ માટે તેમજ પાર્ટીના આયોજન અંગે ઇન્કવાયરી કરી રહ્યા છે. હોટેલ સંચાલકો હાલની પરિસ્થિતિ વર્ણવી કહે છે કે, જો પ્રશાસન દ્વારા ગાઈડલાઈનમાં ફેરફાર કરવામાં આવશે તો જ બુકિંગ સ્વીકારાશે. સાથે જ કોરોના મહામારીમાં સાવચેતી રાખી હાલમાં હોટેલમાં રોકાયેલા અથવા રોકાવા આવનાર પ્રવાસીઓને પણ સહકાર આપવા અપીલ કરી રહ્યા છે તેવું હોટલ એસોસિયેશનના પ્રમુખ ગોપાલ ટંડેલે જણાવ્યું.