આખરે ‘આપ’ને ઝૂકવું પડ્યું, આમરણાંત ઉપવાસ કરનાર નેતા મહેશ સવાણીએ કર્યા પારણા

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક (head clerk paper leak) થવાની ઘટનામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા (asit vora resignation) ના રાજીનામાની આપની માંગ સાથે સાત દિવસથી આમરણાંત ઉપવાસ કરનાર મહેશ સવાણીની ગઈકાલે તબિયત લથડી હતી. જેના બાદ તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે એસવીપી હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઋષિભારતી બાપુ સહિતના સંતોએ આજે તેમને પારણા કરાવ્યા. તેના બાદ પ્રદેશ કાર્યાલય ખાતે આપ (AAP) ના કાર્યકરો, નેતાઓએ મહેશ સવાણી (Mahesh Savani) એ કન્યાદાન કરાવેલ યુવતીના હસ્તેથી તેમને પારણા કરાવ્યા હતા. આંદોલનના નેતા યુવરાજ જાડેજા અને દિકરીઓએ મહેશ સવાણી અને ગુલાબસિહ યાદવના પારણા કરાવ્યા હતા.

આખરે ‘આપ’ને ઝૂકવું પડ્યું, આમરણાંત ઉપવાસ કરનાર નેતા મહેશ સવાણીએ કર્યા પારણા

મૌલિક ધામેચા/અમદાવાદ :હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક (head clerk paper leak) થવાની ઘટનામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા (asit vora resignation) ના રાજીનામાની આપની માંગ સાથે સાત દિવસથી આમરણાંત ઉપવાસ કરનાર મહેશ સવાણીની ગઈકાલે તબિયત લથડી હતી. જેના બાદ તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે એસવીપી હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઋષિભારતી બાપુ સહિતના સંતોએ આજે તેમને પારણા કરાવ્યા. તેના બાદ પ્રદેશ કાર્યાલય ખાતે આપ (AAP) ના કાર્યકરો, નેતાઓએ મહેશ સવાણી (Mahesh Savani) એ કન્યાદાન કરાવેલ યુવતીના હસ્તેથી તેમને પારણા કરાવ્યા હતા. આંદોલનના નેતા યુવરાજ જાડેજા અને દિકરીઓએ મહેશ સવાણી અને ગુલાબસિહ યાદવના પારણા કરાવ્યા હતા.

હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી કાર્યવાહી કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા. અંતર્ગત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી ઉપવાસ પર હતા. સવાણીની તબિયત લથડતા તેમને હૉસ્પિટલમાં પણ દાખલ કરાયા હતા. ઉપસાવના આઠમા દિવસે મહેશ સવાણીએ પારણા કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્કની પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની માંગ સાથે આમ આદમી પાર્ટી આંદોલન પર ઉતરી છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પત્રકાર પરિષદ સંબોધીને કહ્યુ હતું કે, સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ આટલા સમયમાં અસીતવોરાનું રાજીનામુ લેવામાં આવે. ત્યાર બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરશે. રોડ પર આવવું પડે તો પણ આવીશું પરંતુ વિદ્યાર્થીઓનાં હિતમાં લડીશું. 13 જાન્યુઆરીએ આયોજીત થનારી પરીક્ષા અંગે પણ સરકારનું અને ગૃહરાજ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે. આ ઉપરાંત વોરાનું રાજીનામું નહી આવે પછી સિગ્નેચર અભિયાન ચલાવીશું. અસિતવોરા પદ પર રહેશે ત્યાં સુધી 100થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news