વડોદરામાં કોરોનાનો કેર યથાવત, નવા 34 કેસ નોંધાયા
વડોદરામાં હાલ 406 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 356 સ્ટેબલ, 33 ઓક્સિજન અને 13 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 1557 લોકો હોમ ક્વોરેન્ટીન હેઠળ છે.
રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરા મહાનગર પાલિકાના મેડિકલ બુલેટિન પ્રમાણે શહેરમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. આજે દિવસ દરમિયાન કુલ 140 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં 34નો રિપોર્ટ પોઝિટિવ અને 106 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 1152 પર પહોંચી ગઈ છે.
વડોદરામાં નવા 34 કેસ નોંધાયા
શહેરમાં બુધવારે નવા 34 કેસ નોંધાયા છે. તો આજે એકપણ મૃત્યુ થયું નથી. આમ શહેરમાં મૃત્યુ આંકનો આંકડો 45 પર સ્થિર છે. તો આજે 34 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાંથી 11, આઇસોલેશનમાંથી 13 અને કોવિડ કેર સેન્ટરમાંથી 10 લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી કુલ 7012 લોકો સારવાર બાદ સાજા થઈ ઘરે પરત ફર્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર બન્યા કોરોના વાયરસનો શિકાર
વડોદરામાં હાલ 406 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 356 સ્ટેબલ, 33 ઓક્સિજન અને 13 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 1557 લોકો હોમ ક્વોરેન્ટીન હેઠળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર