ગુજરાતમાં ભારે વરસાદથી 12 જિલ્લામાં મોટું નુકસાન! 4 હજારથી વધુ ગામોની ખેતી ગઈ સાવ નિષ્ફળ
આખુ વર્ષ તનતોડ મહેનત કરી હોય, લાખોનો ખર્ચ કર્યો હોય. મોટી ઉપજની આશા હોય...પાક પણ લહેરાઈ રહ્યો હોય અને અચાનક આકાશી આફત આવે...અને આ આફત એવી આવે કે થોડાક જ સમયમાં આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે.
Gujarat Weather 2024: ગુજરાતમાં વરસેલા ધોધમાર વરસાદ આફત લઈને આવ્યો. એવી આફત અન્નદાતા પર આવી કે લહેરાતો ઉભો પાક નિષ્ફળ થઈ ગયો. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. લાચર બનેલા જગતના તાત માટે હવે સારા સમાચાર આવ્યા છે. શું છે આ સમાચાર?
આ તારીખથી ફરી જોવા મળશે ઉથલપાથલ! હવે દક્ષિણ ગુજરાતનો વારો, આ સિસ્ટમ ગુજરાતમાં આવી તો
- આફતના વરસાદે વેર્યો હતો વિનાશ
- અન્નદાતા પર આવી છે મોટી આફત
- પાક નુકસાનીથી ખેડૂત બન્યો છે લાચાર
- લાચાર ધરતીપુત્ર માટે સરકાર જ સહારો
- સરકારે નુકસાનીનો શરૂ કર્યો સર્વે
- ક્યારે પુરો થશે સર્વે અને ક્યારે મળશે સહાય?
ડીપર કેમ માર્યું કહીને...દીકરાનો બદલો લેવા બુટલેગર પિતાએ બે વિસ્તારો બાનમાં લીધા!
આખુ વર્ષ તનતોડ મહેનત કરી હોય, લાખોનો ખર્ચ કર્યો હોય. મોટી ઉપજની આશા હોય...પાક પણ લહેરાઈ રહ્યો હોય અને અચાનક આકાશી આફત આવે...અને આ આફત એવી આવે કે થોડાક જ સમયમાં આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે. દેશના લોકોનું પેટ ભરતાં અન્નદાતા પર હાલ ગુજરાતમાં એવી આફત આવી છે કે તે બાપડો બિચારો બની ગયો છે. આકરી મહેનત પર ધોધમાર વરસાદ પાણી ફેરવી દીધું છે. લહેરાતા પાકને નિષ્ફળ બનાવી દીધો છે. લાચાર બની ગયેલા ખેડૂતે સરકાર પાસ સહાયની માગ કરી છે. ચોમાસું સિઝન તો ફેલ ગઈ છે પરંતુ શિયાળુ સિઝનમાં બેઠા થઈ શકાય તે માટે ખેડૂત સહાય માગી રહ્યો છે.
કોન્ડોમ કેપિટલ છે ભારતનું આ શહેર, દર મહિને બને છે 10 કરોડ કોન્ડોમ, 36 દેશોમાં સપ્લાય
સરકારે હવે સર્વેની કામગીરી શરૂ કરી છે. ગુજરાતમાં ભારે વરસાદથી 12 જિલ્લામાં મોટા પાયે નુકસાન ગયું છે. આ જિલ્લાના લગભગ 4 હજારથી વધુ ગામોની ખેતી સાવ નિષ્ફળ ગઈ છે. મગફળી, શેરડી, ડાંગર, શાકભાજી અને કપાસના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. નુકસાની ખુબ જ વધારે છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ વિભાગની 600થી વધુ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. આ સર્વેની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે એક સવાલ છે, કારણ કે જો ફરીથી વરસાદ આવ્યો તો કામગીરી રોકાઈ જશે. હવામાન વિભાગે પણ હજુ વરસાદની આગાહી કરી છે. જો વરસાદ નહીં આવે તો જ ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરવાનું કૃષિ અધિકારીઓ નિવેદન આપી રહ્યા છે.
વરસાદે વેર્યો છે વિનાશ
- ગુજરાતમાં ભારે વરસાદથી 12 જિલ્લામાં મોટા પાયે નુકસાન
- 12 જિલ્લાના 4 હજારથી વધુ ગામોની ખેતી ગઈ સાવ નિષ્ફળ
- મગફળી, શેરડી, ડાંગર, શાકભાજી, કપાસના પાકને નુકસાન
- કૃષિ વિભાગની 600થી વધુ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે
- સર્વેની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે એક સવાલ છે
12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિ મિથુન રાશિમાં કરશે પ્રવેશ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો
વડોદરા જિલ્લામાં વરસાદે વધારે વિનાશ વેર્યો છે. જિલ્લાના ડભોઈ સહિતના અનેક તાલુકામાં વરસાદથી કપાસ અને બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે આ તાલુકામાં સર્વેની ટીમો પહોંચી ગઈ છે અને કામગીરી શરૂ કરી છે. ડભોઈ તાલુકાના 36 ગામમાં તો વ્યાપક નુકસાન થયું છે. આવા 15 ગામમાં સર્વે પૂર્ણ કરી દેવાયો છે. આ સર્વે 188 ગામમાં થવાનો છે. આ સર્વેથી 10 હજાર હેક્ટર જમીનમાં થયેલા નુકસાનનું આંકલન કરાશે. ત્યારપછી રિપોર્ટ તૈયાર કરીને સરકારને સુપરત કરાશે. રિપોર્ટના આધારે જ સરકાર સહાયની જાહેરાત કરી શકે છે.
- સરકારનો સર્વે શરૂ
- વડોદરાના ડભોઈ તાલુકાના 36 ગામમાં વ્યાપક નુકસાન
- ડભોઈના 15 ગામમાં સર્વે પૂર્ણ કરી દેવાયો
- સર્વે 188 ગામમાં થવાનો છે
- સર્વેથી 10 હજાર હેક્ટર જમીનમાં થયેલા નુકસાનનું આંકલન કરાશે
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન
વડોદરા જિલ્લામાં હજુ પણ એવા અનેક ખેતરો છે જ્યાં પાણી ઓસર્યા નથી. પાણી ન આસરતાં નુકસાનીનું સાચુ આંકલન કરી શકાતું નથી. અને હજુ વરસાદ આવવાની આગાહી છે તો ખેડૂતોની સ્થિતિ વધારે વિકટ બને તેમ લાગી રહ્યું છે. તો સરકારના સર્વેની કામગીરી સામે ભારતીય કિસાન સંઘે સવાલો પણ ઉઠાવ્યા છે. કિસાન સંઘના મતે સર્વેની કામગીરી ખુબ જ ધીમી છે. સાથે જ સર્વેમાં શાકભાજીના પાકનો સમાવેશ કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.
કિસાન સંઘે એ પણ માગ કરી છે કે સરકાર ખેડૂતોને સીધી જ વગર વ્યાજે લોન આપે...5થી 7 સુધીનું ધિરાણ વ્યાજ વગર ખેડૂતોને આપવું જોઈએ. ખેડૂતો માટે હાલ કપરી સ્થિતિ છે. આ કપરાકાળમાંથી અન્નદાતાને ઉગારવો ખુબ જ જરૂરી છે. ત્યારે સરકાર ક્યારે સર્વેની કામગીરી પૂર્ણ કરે છે અને ક્યારે ખેડૂતોને ખરેખર સહાય મળે છે તે જોવું રહ્યું.