ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાનો સૌથી વધુ ડર કોરોના વોરિયર્સને રહે છે. દર્દીઓની વચ્ચે સારવાર કરતા અનેક કોરોના વોરિયર્સનો ભોગ પણ લેવાયો છે. પરંતુ સુરતના એક કોરોના વોરિયરનું મોત દિલ રડાવી દે તેવું છે. સુરતની વિનસ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો હિતેશ લાઠીયાનું નિધન થયું છે. વિનસ હોસ્પિટલમાં કોરોના દર્દઓની સારવાર દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બુધવારે તેઓએ કોવિડ કેર સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ ડો. હિતેશ માત્ર 36 વર્ષના જ હતા. કોઈ યુવા તબીબનું કોરોનાથી અવસાન થયું હોય તેવો આ પહેલો કિસ્સો છે. હોસ્પિટલના અન્ય સ્ટાફે તેઓને ભારે હૃદયે અંતિમ વિદાય આપી હતી.


અમદાવાદ: નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, અનેક કોરોના દર્દીઓના મૃત્યુ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

55 દિવસ સુધી અનેક દર્દીઓની સારવાર કરીને સાજા કરીને ઘરે મોકલનાર ડોક્ટરનું જ અવસાન થતાં શહેરના તબીબો શોકમગ્ન થયા છે. 15 દિવસની સારવાર બાદ આ યુવા તબીબ કોરોનાને હરાવી શક્યા ન હતા. એક તબીબ, જે દર્દીઓની જીવવા હિંમત આપતા હતા, તેઓ જ કોરોના સામે હિંમત હારી ગયા હતા. સતત 55 દિવસ તેઓએ હોસ્પિટલમાં સારવાર કરી હતી.  


તેઓ મૃત્યુ પહેલા કહ્યું હતું કે, ‘હું જલ્દી પાછો આવીશ તમે સહેજ પણ ચિંતા નહીં કરતાં, પરંતુ તમે મારી વાત ધ્યાનથી સાંભળો કોરોનાથી મારી તબિતય વધારે ખરાબ થઈ છે અને મને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યો છે એ વાત મારા મમ્મીને નહીં કહેતા નહીંતર એમનાથી સહન નહી થાય.’ આટલુ કહીને 36 વર્ષના ડો.હિતેશે જીવ છોડ્યો હતો. બહુ જ ઉત્સાહથી તેઓ કોરોના વોર્ડમાં સારવાર કરવા માટે તૈયાર થયા હતા. ત્યારે આ જ કોરોના એક દિવસ તેઓનો ભોગ લેશે તેવુ કોઈએ વિચાર્યુ ન હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર