ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં એક દિવસ વધારો તો એક દિવસ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં 364 કોરોના કેસ સામે આવ્યા છે. આ દરમિયાન એક દર્દીનું મોત થયું છે. સોમવાર કરતા મંગળવારે નવા કેસમાં મોટો વધારો થયો છે. સોમવારે રાજ્યમાં કોરોનાના 212 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 148 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે. તો મહેસાણામાં 36 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 40, સુરતમાં 36, પાટણમાં 15, વલસાડમાં 11, આણંદ અને ભરૂચમાં 9-9, રાજકોટમાં 11, ગાંધીનગરમાં 9, સાબરકાંઠામાં 9, મોરબી અને નવસારીમાં પાંચ-પાંચ, કચ્છમાં 4, ગીર સોમનાથમાં 2, અમરેલીમાં 1, સુરેન્દ્રનગર, મહીસાગર, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે. 



રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 1947 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 72 હજાર 480 લોકો સાજા થયા છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 11 હજાર 63 લોકોના મોત થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.99 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 348 લોકો સાજા પણ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube