ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 376 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન કુલ 23 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા  15205 થઈ ગઈ છે. તો કુલ મૃત્યુઆંક 938 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 410 લોકો ડિસ્ચાર્જ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં અત્યાર સુધી 938 લોકોના મૃત્યુ
નવા 23 મૃત્યુની સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 938 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 19, સુરતમાં બે, મહીસાગર અને વડોદરામાં એક-એક મૃત્યુ થયા છે. 


અમદાવાદમાં નવા 256 કેસ
રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 376 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 256, સુરત 34,  વડોદરા 29, મહીસાગર 14, વલસાડ 10, સુરેન્દ્રનગર 6, ગાંધીનગર 5, નવસારી 4, રાજકોટ 3, આણંદ, પાટણ, કચ્છ તથા અન્ય રાજ્ય બે-બે, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલી ખાતે એક-એક કેસ નોંધાયો છે. 

રાજ્યમાં જિલ્લાવાર કોરોના કેસોની સ્થિતિ
અમદાવાદ-11097, વડોદરા-914, સુરત-1421, રાજકોટ-97, ભાવનગર-120, આણંદ-95, ગાંધીનગર-237, પાટણ-75, ભરૂચ-37, નર્મદા-18, બનાસકાંઠા-102, પંચમહાલ-79,  છોટાઉદેપુર-23, અરવલ્લી-101, મહેસાણા-104, કચ્છ-68, બોટાદ-58, પોરબંદર-8, ગીર-સોમનાથ-44, દાહોદ-36, ખેડા-63, મહીસાગર-105, સાબરકાંઠા-97, નવસારી-22, વલસાડ-33, ડાંગ-2, દ્વારકા-12, તાપી-6, જામનગર-52, જૂનાગઢ-27, મોરબી-3, સુરેન્દ્રનગર-31, અમરેલી-8 કેસ નોંધાયા છે.


[[{"fid":"265810","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજ્યમાં અત્યાર સુધી 15205 કેસ નોંધાયા 
ગુજરાતભરમાં અત્યાર સુધી 15205 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 6720 એક્ટિવ કેસ છે. જેમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 7547 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર