ગુજરાતમાં કોરોના ખતરાની ઘંટડી વાગી! આજે સૌથી વધુ નોંધાયા અમદાવાદમાં કેસ, એકનું મોત
ગીરસોમનાથમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. બીજી બાજુ રાજ્યમાં આજે 258 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે આજે નવા 392 પોઝિટીવ કેસ નોંધાયા છે. પરંતુ દુર્ભાગ્યવશ આજે કોરોના સામેની લડાઈમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગીરસોમનાથમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. બીજી બાજુ રાજ્યમાં આજે 258 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. જ્યારે અત્યાર સુધી 12 લાખથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
કાતિલ ગરમી વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી, બે ગ્રહોનું ગોચર આ જિલ્લાઓ પર કહેર વરસાવશે
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો હાલ 2220 એક્ટિવ કેસ છે, જ્યારે 03 વેન્ટીલેટર પર છે. બાકીના 2217 દર્દીઓની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1273410 દર્દીઓ ડીસ્ચાર્જ લઈ ચૂક્યા છે, જ્યારે 11066 દર્દીઓના મોત થયા છે.
BJPમાં અસ્તિત્વની લડાઇ! પત્રિકામાં MLAનું નામ કટ,જાણો વાંકાનેરમાં કોને પડ્યું વાંકું
રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 142 કેસ નોંધાયા છે, ત્યારબાદ મહેસાણામાં 35, વડોદરા 30, વડોદરા કોર્પોરેશન 28, સુરત કોર્પોરેશન 27, રાજકોટ કોર્પોરેશન 15, વલસાડ 13, સુરત 10, ગાંધીનગર 9, મોરબી 9, સાબરકાંઠા 8, ગાંધીનગર કોર્પરેશન 7, પાટણ 7, રાજકોટ 7, અમરેલી 6, કચ્છ 5, સુરેન્દ્રનગર 5, નવસારી 4, અમદાવાદ 3, આણંદ 3, ભાવનગર કોર્પોરેશન 3, ખેડા 3, પંચમહાલ 3, બનાસકાંઠા 2, ભરૂચ 2, ભાવનગર 2, ગીર સોમનાથ 2, મહીસાગર 1 અને પોરબંદર 1 એમ કુલ 392 કેસ નોંધાયા છે.