રાજેન્દ્ર ઠાકર/કચ્છ : જિલ્લાના ખાવડા પંથકમાં ભૂકંપના આચકા અનુભવાયા છે. ખાવડા બોર્ડર પાસે આવેલા પાકિસ્તાનના રણમાં 4.1નો ભૂકંપ આવતા વિસ્તારના લોકોમાં દોજધામ મચી ગઇ હતી. વિસ્તાર લોકોનો જણાવ્યા અનુસાર સાંજે 5.30 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના રણમાં આવેલા આંચકાની કંપન ખાવડા વિસ્તાર સુધી આવી હતી. સ્થાનિકો આંચકાનો અનુભવ થતા ઘરની બહાર દોડી આવ્યા હતા. સાથે જો મોડા સુઘી ભૂંકંપની બીકને કારણે ઘરમાં જતા પણ ડરી રહ્યા હતા. મહત્વનું છે, કે કચ્છ જિલ્લામાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે.


લોકસભા ચૂંટણી 2019: જાણો શું છે ઐતિહાસિક સાબરકાંઠા બેઠક પરનું ચૂંટણી ગણિત



ગાંધીનગરના ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજી રીસર્ચમાંથી મળી રહેલી વિગતો મુજબ આંચકાનું કેન્દ્રબિંદુ ખાવડાથી NNW 70 કિલોમીટર પાકિસ્તાનના રણમાં નોંધાયું હતું. મહત્વનું છે, કે આ ભૂકંપમાં કોઇ પણ જાનહાનીના અહેવાલ મળ્યા નથી. મહત્વનું છે, કે કચ્છામાં વસવાટ કરતા લોકો પણ આવા નાના મોટા આંચકાઓથી ટેવાઇ ગયા છે.