લોકસભા ચૂંટણી 2019: જાણો શું છે ઐતિહાસિક સાબરકાંઠા બેઠક પરનું ચૂંટણી ગણિત

ગુજરાત લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાંથી સૌથી ઐતિહાસિક બેઠક ગણવી હોય તો તે સાબરકાંઠા લોકસભાની બેઠક ગણી શકાય. રાજકીય રીતે પણ આ બેઠક ઐતિહાસિક છે. ભારત દેશ આઝાદ થતાં જ 1951માં સૌ પ્રથમ ચૂંટણી આ બેઠક પર યોજવામાં આવી હતી. આ બેઠક પર પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠકથી ભવ્ય વિજય મળ્યો હતો.

લોકસભા ચૂંટણી 2019: જાણો શું છે ઐતિહાસિક સાબરકાંઠા બેઠક પરનું ચૂંટણી ગણિત

હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાત લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાંથી સૌથી ઐતિહાસિક બેઠક ગણવી હોય તો તે સાબરકાંઠા લોકસભાની બેઠક ગણી શકાય. રાજકીય રીતે પણ આ બેઠક ઐતિહાસિક છે. ભારત દેશ આઝાદ થતાં જ 1951માં સૌ પ્રથમ ચૂંટણી આ બેઠક પર યોજવામાં આવી હતી. આ બેઠક પર પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠકથી ભવ્ય વિજય મળ્યો હતો. 1951 થી 1962 એમ ત્રણ લોકસભા ચૂંટણીમાં ગુલઝારીલાલ નંદાએ કોગ્રેસના પ્રતિનિધિ તરીકે આ બેઠક પરથી ચૂંટાયેલા.

આ ઉપરાંત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબહેન પટેલ પણ આ જ સાબરકાંઠા બેઠક પરથી 1973માં કોગ્રેસના ચિન્હ પર વિજેતા બન્યા હતા. સાબરકાંઠા લોકસભા બેઠક પર કોગ્રેસનો દબદબો 1951 થી લઇને 1973 સુધી રહ્યો. જો કે 1977માં પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી એચ.એમ.પટેલ વિજેતા બન્યા અને તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આઝાદીથી અત્યાર સુધીમાં આ બેઠક પર કુલ 18 ચૂંટણીમાંથી 12 ચૂંટણીમાં કોગ્રેસ વિજેતા બની. જયારે આ બેઠક પર ભાજપનો કબજો પ્રથમવાર 1991માં આવ્યો. રામાયણ સિરિયલથી રાવણ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદીએ ભાજપનું કમળ પ્રથમવાર ખીલાવ્યુ. જો કે પુનઃઆ બેઠક કોગ્રેસના કબજામાં આવી.

1996થી અહીં કોગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્નિ નીશા ચૌધરી વિજેતા બન્યા હતા. છેલ્લી બે લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપ માટે સાબરકાંઠા બેઠક ગઢ સમાન બની ગઇ છે. 2009માં આ બેઠક પર ભાજપના ડો.મહેન્દ્રસિંહ ચૌહાણએ કોગ્રેસના હાલના રાહુલ ગાંધીના નવરત્નમાં ગણતાં મધુસુદન મિસ્ત્રીને કારમી હાર આપી હતી. જયારે 2014ની લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી કોગ્રેસના ચિન્હ પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાધેલા મેદાનમાં ઉતર્યા. પણ તેમને ભાજપના હાલના સાસંદ દિપીસિંહ રાઠોડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. 2014માં સાબરકાંઠા બેઠક પર 67.30 ટકા જેટલુ ઉચ્ચુ મતદાન થયુ હતું. અને ભાજપના દિપીસિંહ રાઠોડને 5,52,205 મતો મળ્યા. જયારે શંકરસિંહ વાઘેલાને 4,67,750 મતો મળ્યા. આ પરિણામમાં સૌથી ધ્યાન ખેચે તેવી બાબત મતદારોનો ટર્નઆઉટ હતો. માત્ર 2.46 ટકા ભાજપને વધુ મળતાં સમગ્ર પરિણામ ભાજપ તરફી આવ્યુ.

વધુમાં વાંચો...28મી માર્ચથી ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણી માટે શરૂ થશે નામાંકન પ્રક્રિયા

સાબરકાંઠા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

બેઠક કોણી પાસે બેઠક    કેટેગરી કુલ મતદારો પુરુષ  સ્ત્રી
હિંમતનગર  ભાજપ  નોન 2,33,386 1,20,513 1,12,873
ઇડર  ભાજપ એસ.સી. 2,24,513 1,25,525 1,18,988
ખેડબહ્મા કોગ્રેસ એસ.ટી 2,37,753 1,10,216  1,04,566
ભિલોડા કોગ્રેસ એસ.ટી 2,57,468 1,32,763 1,24,704
મોડાસા કોગ્રેસ નોન 2,28,656 1,17,616 1,11,040
બાયડ કોગ્રેસ નોન 2,09,088 1,07,852 1,01,236
પ્રાંતિજ ભાજપ નોન 2,24,272 1,16,322 1,07,950

સાબરકાંઠા બેઠકના હાલના સાસંદ ભાજપના દિપીસિંહ રાઠોડને ભાજપ દ્વારા 2019ની લોકસભાની ચૂંટણી માટે રિપિટ કર્યા છે. સ્વાભાવિક તરીકે ભાજપ દ્વારા તેમની કામગીરીને કારણે જ રિપિટ કરવામાં આવ્યા છે. 2014થી 2019ના ટર્મ દરમ્યાન સાસંદની દર વર્ષે મળતી પાંચ કરોડની ગ્રાન્ટ સાસંદ દ્વારા પુરે પુરી વાપરી નાખવામાં આવી હોવાનો દાવો કર્યો છે. ગ્રાન્ટની રકમ કરતાં વધુ વિકાસ કાર્ય કરવાની ભલામણ કરી હોવાનો દાવો પણ કર્યો.

લોકસભા ચૂંટણીમાં ટુર ઓપરેટર્સને ઘી-કેળા, વિદેશીઓને રેલી-સભા બતાવવાના મળશે રૂપિયા

હિમતનગરમાં 4,89,05,000 કરોડ,પ્રાતિંજમાં 3,69,65,000 કરોડ,તલોદમાં 2,54,80,000 કરોડ,ઇડરમાં 3,62,96,000  કરોડ,ખેડબ્રહ્મામાં 75,00,000 કરોડ,મોડાસામાં 2,46,05,000 કરોડ,બાયડમાં 1,45,50.000 કરોડ,ભીલોડામાં 1,43,00,000 કરોડ અને મેઘરજમાં 1,08,59,000 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ વિકાસ કાર્યો માટે કરવામાં આવ્યો હોવાનો સાસંદનો દાવો છે.

ભાજપ દ્વારા પુનઃઉમેદવાર બનાવવામાં આવતાં દિપીસિંહ રાઠોડ ખુશ છે. પોતાની સાસંદ તરીકેની ગ્રાન્ટનો પુરો ઉપયોગ કર્યો છે. અને કેન્દ્રની ભાજપ સરકારની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરીના પ્રતાપે તો પુનઃચૂંટાઇ આવશે તેઓ વિશ્વાસ પણ છે. કોગ્રેસને આક્ષેપો સિવાય કશુ ફાવતુ ન હોવાથી કોગ્રેસને મતદારો જાકારો આપશે તેવો દાવો સાસંદ દિપીસિંહ રાઠોડ કરી રહ્યા છે.

મોદી સાથે સ્કૂટર પર ભાજપનો પ્રચાર કરતા તોગડિયા હવે પડ્યા સામે

જો કે ભાજપના સાસંદ દિપીસિંહ રાઠોડના દાવો બિલકુલ ખોટા છે. અને તેઓએ પોતાની સાસંદ તરીકેની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો ન હોવાનો દાવો કોગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોગ્રેસના મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરએ સ્પષ્ટ માને છે કે, લોકસભાની ચૂંટણીમાં દિપીસિંહથી સાબરકાંઠાના મતદારો નારાજ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news