Breaking News : મધરાત્રે વલસાડની ધરા ધણધણી ઉઠી, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં એકતરફ કોરોનાની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મેઘમહેર આફત બની ચૂકી છે. ત્યારે મોડી રાત્રે વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
જય પટેલ, વલસાડ: ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં એકતરફ કોરોનાની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મેઘમહેર આફત બની ચૂકી છે. ત્યારે મોડી રાત્રે વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાવામાં આવી છે. ભૂકંપના આંચકાનું એપિસેન્ટર મહારાષ્ટ્રના પાલઘર નજીક હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તાજેતરમાં મળતી માહિતી મુજબ સેલવાસ પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાનું જાણવા વળ્યું છે.
લોકો અસમંજસમાં મુકાઇ ગયા છે કોરોનાની મહામારીન આલેધે ઘરમાં રહીને સુરક્ષિત રહેવું કે પછી ધરા ધ્રુજે ત્યારે બહાર નિકળીને સુરક્ષિત રહેવું. જવું તો ક્યાં જવું એ મોટો પ્રશ્ન બની ચૂક્યો છે. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ છે. મોટી ઇમારતોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરમાં પણ ભૂકંપના આંચકો અનુભવાયો હતો. સામાન્ય રીતે ૩ની તીવ્રતાથી નીચેના આંચકા સામાન્ય રીતે ઓછા અનુભવાય છે. પરંતુ તેનાથી ઉપરની તીવ્રતાનો આંચકો આવે તો તેની ધ્રુજારી લોકો સ્પષ્ટ રીતે અનુભવ કરી શકે છે.
ભૂકંપ આવે તો શું કરશો?
ભૂકંપના ઝટકા જેવા આવે ત્યારે ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા સંતાઇને બેસી શકાય.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે સંતાઇ જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube