Earthquake: જામનગરમાં 4.3 ની તિવ્રતાનો આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા
જામનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી ભૂકંપના આંચકા જોવા મળી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ધરતીકંપના કારણે કોઇ જ જાનમાલનું નુકસાન નહી થયું હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું.
મુસ્તાક દલ, જામનગર: રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધરતીકંપનું પ્રમાણ ખુબ વધી ગયું છે. ત્યારે જામનગર અને જુનાગઢમાં ભૂકંપમાં આંચકો અનુભવાયો હતો. આજે મોડી સાંજે 7.13 વાગે 4.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંન્દુ જામનગરથી 14 કિ.મી દૂર નોંધાયું છે. આ ભૂકંપનો આંચકો બે થી ત્રણ સેકન્ડ માટે અનુભવાયો હતો. જામનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
જામનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી ભૂકંપના આંચકા જોવા મળી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ધરતીકંપના કારણે કોઇ જ જાનમાલનું નુકસાન થયું નથી.