ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાજપના ઉમેદવાર પણ સામેલ
Gujarat Highcourt : વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ભાજપ-કોંગ્રેસના 4 ઉમેદવારો હાઈકોર્ટના શરણે..... હર્ષદ રીબડિયા, લલિત કગથરા, રઘુ દેસાઈ, હિતેશ વસાવાની અરજી..... હરિફ ઉમેદવારોના ફોર્મમાં ક્ષતિ હોવા છતાં રિટર્નિંગ ઓફિસરે સ્વીકારી લીધાની કરી રજૂઆત.....
Gujarat Vidhansabha Election 2022 આશ્કા જાની/અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના હારેલા ઉમેદવારો હવે હાઇકોર્ટના શરણે પહોંચ્યા છે. ચાર ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી છે. 2022 ના ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોને પડકરવામાં આવ્યા છે. જેમાં હર્ષદ રીબડીયા, લલિત કગથરા, રઘુ મેરાજ દેસાઈ, અને ડેડીયાપાડાની બેઠક પરથી ભાજપના હારેલા ઉમેદવાર હિતેશ વસાવા હાઈકોર્ટમાં અરજી કરી છે.
અરજદારે આક્ષેપ કર્યો છે કે, જીતેલા ઉમેદવારોમા ફોર્મમાં ક્ષતિ હોવા છતાંય રિટર્નીંગ ઓફિસરે તે લોકોના ફોર્મ સ્વીકારી દીધા હતા. આ અરજીમાં અરજદારે રિટર્નિંગ ઓફિસર સહિત ચૂંટણી પંચને પક્ષકાર બનવવાની માંગ કરી છે. અરજી પર વધુ સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાઈ શકે છે.
કોણ ક્યાંથી હાર્યુ હતું
ટંકારા બેઠકથી હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા
રાધનપુરથી હારી ગયેલા ઉમેદવાર રઘુ દેસાઇ
વિસાવદર બેઠક પરથી હારેલા ભાજપના હર્ષદ રિબડીયા
ડેડિયાપાડા બેઠક પરથી હારી ગયેલા ભાજપના ઉમેદવાર હિતેષ વસાવા
રસપ્રદ વાત તો એ છે કે, માત્ર કોંગ્રેસના જ નહિ, પરંતુ ભાજપના ઉમેદવારોએ પણ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં વિસાવદર બેઠક પરથી હારેલા ભાજપના હર્ષદ રિબડીયા અને ડેડિયાપાડા બેઠક પરથી હારી ગયેલા ભાજપના ઉમેદવાર હિતેશ વસાવા સામેલ છે. આ બંને ઉમેદવારની હાર થઈ હતી, જેથી તેઓએ પણ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
પ્રજાસત્તાક દિનની પરેડમાં સ્ટંટ કરતા બાઈક પરથી પટકાયા મહિલા કર્મચારી, જુઓ Video
વિધાનસભાના ૧૮૨ સભ્યોને ચૂંટવા માટે ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. ભારતીય જનતા પક્ષે 156 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમત મેળવીને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો વિજય મેળવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ૩ દાયકામાં સૌથી ઓછી બેઠકો મેળવી હતી. કોંગ્રેસના માત્ર 17 બેઠકોમાં સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે નવા પક્ષ આમ આદમી પાર્ટીએ 5 બેઠકો પર જીત મેળવી હતી. આ સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ત્રીજા રાજકીય પક્ષ તરીકે એન્ટ્રી મેળવી છે.
આ પણ વાંચો : Chanakya Niti: આ 4 વાત ભૂલથી પણ પત્નીને ના કહેતો, નહિ તો આજીવન ભોગવવું પડશે