ગુજરાતના ચાર પોલીસ અધિકારીઓને મળશે રાષ્ટ્રપતિ મેડલ
પોલીસ સેવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આ અધિકારીઓનું સન્માન કરાશે.
અમદાવાદઃ પોલીસ ખાતામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના ચાર પોલીસ અધિકારીઓની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે આ ચારેય પોલીસ અધિકારીઓનું મેડલ આપી સન્માન કરવામાં આવશે.
આ માટે ગુજરાતમાંથી જે ચાર અધિકારીઓની પસંદગી થઈ છે તેમાં ટ્રાફિક વિભાગના SP દિપક વ્યાસ, IG વિભાગમાં ફરજ બજાવતા આર.બી.બ્રહ્મભટ્ટ, વડોદરા ACBના આસી. ડિરેક્ટરને પી.આર.ગેલોત અને અંકલેશ્વરના PSI નરસંગ ચૌધરીને મેડલ આપવામાં આવશે.