પ્રેમલ ત્રિવેદી, પાટણ: પાટણ પાસે આડિસર ચેકપોસ્ટ નજીક પોલીસની વાને એક આઈસર ગાડીને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ શનિવારે રાતે બે વાગ્યાની આસપાસ આઈસર ગાડીને પોલીસની ગાડીએ પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને મહેસાણા હોસ્પિટલ રેફર કરાયા છે. પહેલા સાંતલપુર-રાધનપુર હોસ્પિટલ લઈ જવાયા હતાં. 


અકસ્માતનો ભોગ બનેલા લોકો ભચાઉથી ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે બેસણામાં હાજરી પુરાવા જઈ રહ્યાં હતાં. તમામ લોકો કચ્છના ભચાઉના રહેવાસી હતાં. ઘાયલોમાં પુરુષ મહિલાઓ અને બાળકો છે.