અમદાવાદ : માનવતા જાણે મરી પરવારી હોય તેવી ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલી ચતુરસિંહની ચાલીના એક કારખાનાના છાપરા પરથી થેલીમાંથી બાળકીનું ભ્રુણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મોટા પ્રમાણમાં લોકો ઘટના સ્થળે એકત્ર થવા લાગ્યા હતા. મૃતક બાળકી અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: ઓનલાઇન સસ્તી ખરીદીની લાલચે યુવતીએ 34 હજાર ગુમાવ્યા, ગઠીયાઓની ગજબ ટ્રીક

શનિવારે મોડી સાંજે કારખાના પાસે એક વ્યક્તિએ છાપરા પર તેને આશંકા જતા તપાસ કરીને ભ્રુણ હોવાનું સામે આવ્યું હતું. આ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મુદ્દે તપાસ ચાલુ કરી છે. મળતી માહિતી પ્રમાણે લોકડાઉન હોવા છતા અવર જવર ઓછી હોય છે અને કોણે આ થેલો નાખ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.


મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનને લઈને મોટા સમાચાર, જીતેન્દ્રિયપ્રિયદાસજી નવા ગાદીપતી નિમાયા

મૃત નવજાત બાળકીનાં શરીર પર તપાસ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જો કે ચોંકાવનારી બાબત છે કે, છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં મણિનગર, અમરાઇવાડી, ઓઢવ અને ગોમતીપુરમાંથી ભ્રૃણ મળી આવ્યા છે. હાલ તો આ મુદ્દે પોલીસ દ્વારા કેસ દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર