ઝી બ્યુરો/મહેસાણા: રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે વખતો વખત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુખ્ય મથક, ગાંધીનગર અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા વર્તુળ કચેરીની સંયુક્ત ટીમો દ્વારા ઊંઝા તાલુકામાં તા. ૦૪/૦૪/૨૦૨૪ ના રોજ ઉનાવા, ઐઠોર અને મક્તુપુર ગામોમાં જીરૂ અને વરિયાળીનું ક્લીનીંગ-શોર્ટીંગ કરતી વિવિધ ફેક્ટરીઓ અને તેના ગોડાઉન માં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ભાજપનો સ્પષ્ટ સંદેશ, રાજકોટથી રૂપાલા નહીં જ બદલાય : દિલ્લીથી મળી ગયું ગ્રીન સિગ્નલ!


આ દરમ્યાન સૌપ્રથમ, ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જીરૂ અને વરિયાળી નું ક્લીનીંગ – શોર્ટીંગ કરનાર “મે.પટેલ પ્રકાશભાઈ શિવરામભાઈનું ગોડાઉન, ૨૮-૨૯, સિધ્ધી વિનાયક એસ્ટેટ, મુ. ઐઠોર, તા. ઉંઝા, જિ. મહેસાણા“ ખાતે તપાસ દરમિયાન પેઢીમાં હાજર વ્યક્તિ પટેલ પ્રકાશભાઈ શિવરામભાઈ દ્વારા તેઓ પોતે પેઢીના જાતે માલિક હોવાનું જણાવતાં, તેઓની હાજરીમાં ઝીણવટ ભરી તપાસ કરતાં, પેઢીમાં જોવા મળેલ મિક્સ પાવડર, ગોળની રસી અને વરિયાળી ના ભુસાને આધારે જીરૂનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતાં ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ ચાર, ૧) જીરૂ, ૨) વરીયાળીનું ભુસૂ (લૂઝ)(એડલ્ટ્રન્ટ), ૩) મિક્સ પાઉડર (લૂઝ) (એડલ્ટ્રન્ટ) અને ૪) ગોળની રસી(લૂઝ)(એડલ્ટ્રન્ટ) પૃથક્કરણ સારૂં વેચાણે લેવામાં આવેલ. વધુમાં, બાકી રહેલ ૧) ૧,૬૧૦ કિલોગ્રામ વરિયાળી (લૂઝ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૪૫,૦૮૦/-,  ૨) ૯૬૦ કિલોગ્રામ મિક્સ પાઉડર (લૂઝ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૧૯૨૦/- અને ૩) ૨૦૦૦ લિટર ગોળ ની રસી(લૂઝ) )(એડલ્ટ્રન્ટ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૨૦,૦૦૦/- થવા જાય છે તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. 



સરકારના કામથી કેટલી ખુશ છે અમદાવાદની મહિલાઓ? સૌથી મોટી ચૂંટણીમાં કોની બાજી પલટાશે?


ત્યારબાદ, ઉનાવા ગામ ખાતે આવેલ “મે. પટેલ રાકેશકુમાર તળશીભાઈની ફેક્ટરી“, ગોડાઉન નં. ૬૮ થી ૭૨, શિવગંગા એસ્ટેટ, શનિદેવ મંદિરની બાજુમાં, ઉનાવામાં તપાસ દરમિયાન પેઢીના માલિક પટેલ રાકેશકુમાર તળશીભાઈની હાજરીમાં વરિયાળી (લૂઝ) નો નમૂનો લઈ પૃથક્કરણ સારૂ વેચાણે લેવામાં આવેલ. તે જ વિસ્તાર ખાતે થી અન્ય એક પેઢી નામે મે. પટેલ હર્ષદભાઈ ખોડીદાસનું ગોડાઉન, નં. ૭૧ થી ૭૬, શિવગંગા એસ્ટેટ, ઉનાવા ખાતે ની ફેક્ટરીમાં હાજર વરિયાળી નો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિ એ શંકાસ્પદ જણાઈ આવતા, સદર પેઢી માંથી વરિયાળી (લૂઝ) અને લીલો કલર (લૂઝ) (એડલ્ટ્રન્ટ) એમ કુલ ૨ નમૂના પૃથક્કરણ સારૂં લેવાયેલ. બાકી રહેલ ૧) ૮૯૮  કિલોગ્રામ વરિયાળી (લૂઝ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૮૦,૮૨૦/,  ૨) ૧૯ કિલોગ્રામ લીલો કલર (લૂઝ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૧૯૦૦/- થવા જાય છે તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. 



કમલમમાં કઈ 7 ક્ષત્રિયાણીઓએ આપી જોહરની ચીમકી? શનિવારનો દિવસ ગુજરાત માટે મહત્વપૂર્ણ


આ જ દિવસે, મક્તુપુર ખાતે થી અન્ય એક સ્થળ એચ.પી.પેટ્રોલ પંપની સામે, નાગદેરી રોડ, મુ. મક્તુપુર, તા. ઊંઝા ખાતે આવેલ પેઢી “એમ. એમ. એસ્ટેટ“ માં તપાસ હાથ ધરવામાં આવેલ, પેઢી માં શ્રીમાળી દિવ્યેશકુમાર ચતુરભાઈ જવાબદાર વ્યક્તિ તરીકે હાજર જોવા મળેલ. તેઓની હાજરીમાં પેઢી માંથી શંકાસ્પદ જણાયેલ કુલ ૪ નમૂના ૧) પ્રોસેસ્ડ વરીયાળી ૨) વરીયાળી (લૂઝ), ૩) વ્હાઈટ પાઉડર (એડલ્ટ્રન્ટ)  અને ૪) ગોળ ની રસી(લૂઝ) (એડલ્ટ્રન્ટ)  પૃથક્કરણ સારૂં વેચાણે લેવામાં આવેલ. વધુમાં, બાકી રહેલ ૧) ૬૦૫૦ કિલોગ્રામ પ્રોસેસ્ડ વરિયાળી -અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૭,૮૬,૫૦૦/-,  ૨) ૩૦ કિલોગ્રામ વરિયાળી (લૂઝ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૩૯૦/- અને ૩) ૬૬૦ કિલોગ્રામ વ્હાઈટ પાઉડર (એડલ્ટ્રન્ટ)  - અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૧૩૨૦/- ૪)  ૩૦ લિટર ગોળ ની રસી(લૂઝ) (એડલ્ટ્રન્ટ), અંદાજીત બજાર કિંમત આશરે રૂ. ૬૦૦/- થવા જાય છે તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે.



'હે શક્તિ, તમે શાંત રહેજો...', ધાનાણીની ફરી કવિતા રણકી! પ્રજ્ઞાબા ઝાલાનો વીડિયો...


આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુખ્ય મથક, ગાંધીનગર અને મહેસાણા વર્તુળ કચેરી ટીમોની સંયુક્ત કામગીરી દરમિયાન વિવિધ ૪ (ચાર) સ્થળ પરથી શંકાસ્પદ ખોરાક અને એડલ્ટ્રન્ટના કુલ ૧૧ નમૂના લઈ લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલી આપ્યું હતું. આ તમામ ઉપરોક્ત નમુના પૃથક્કરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ નમુનાના પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.


પડદા બેટ સાઈટ નજીક સઘન સંશોધન શરૂ; 5700 વર્ષથી પણ જૂના હડપ્પીય અવશેષો મળ્યા