સરકારના કામથી કેટલી ખુશ છે અમદાવાદની મહિલાઓ? સૌથી મોટી ચૂંટણીમાં કોની બાજી પલટાશે?

Loksabha Election 2024: અમદાવાદની મહિલાઓ સરકારના કામથી ખુશ જોવા મળી રહી છે, જો કે તેમના કેટલાક પ્રશ્નો પણ છે જેનું સમાધાન સરકાર કરે તેવું તેઓ ઈચ્છી રહી છે. રાજકારણમાં મહિલાઓને ભાજપે જે મહત્વ આપ્યું છે તેનાથી અમદાવાદની મહિલાઓ તો ખુશખુશાલ જોવા મળી. સાથે જ ગુજરાતમાં મહિલાઓને જે સુરક્ષા મળે છે તેવી સુરક્ષા દરેક રાજ્યમાં મળવી જોઈએ તેવી પણ માંગણી કરી.

સરકારના કામથી કેટલી ખુશ છે અમદાવાદની મહિલાઓ? સૌથી મોટી ચૂંટણીમાં કોની બાજી પલટાશે?

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીમાં રાજનેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગેલા છે. પ્રજાને રિઝવવાનો એક પણ પ્રયાસ તેઓ છોડી નથી રહ્યા. ગુજરાતમાં મતદારો પોતાનો નિર્ણય 7 મેએ કરી દેશે. મતદાનમાં મહિલા મતદારોનું મહત્વ અનેકઘણું હોય છે. કારણ કે મહિલાઓનો મુડ શું હોય છે તે કોઈ પણ રાજકીય પાર્ટી જલદી જાણી શકતી નથી. પરંતુ ઝી 24 કલાકે મહિલાઓનો મુડ જાણવાનો પ્રયાસ કર્યો છે. કેવો છે અમદાવાદની મહિલાઓનો મિજાજ?

સામાન્ય રીતે ગુજરાતમાં શહેરી મતદારોનો ઝૂવાળ ભાજપ તરફી રહ્યો છે. તેથી જ ભાજપ શહેરમાં વિપક્ષના ઝૂપડા સાફ કરી નાંખે છે. જો કે ગામડાઓમાં ભાજપને થોડું ટપ પડે છે. ગામડાની સરખામણીએ શહેરનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો હોય છે. આ વખતની લોકસભા ચૂંટણી રસાકસીવાળી રહેવાની છે. અનેક પ્રશ્નો અને આંદોલનને કારણે ચૂંટણીના માહોલમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વાત આપણે મહાનગર અમદાવાદની કરીએ તો, અમદાવાદમાં વિકાસના અનેક કામો થયા છે, પરંતુ હજુ એવા અનેક કામો છે જે કરવાના બાકી પણ છે. શહેરના સૌથી હાઈપ્રોફાઈલ અને પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ મહિલાઓનો મુડ જાણવાનો અમે પ્રયાસ કર્યો. 

અમદાવાદની મહિલાઓ સરકારના કામથી ખુશ જોવા મળી રહી છે, જો કે તેમના કેટલાક પ્રશ્નો પણ છે જેનું સમાધાન સરકાર કરે તેવું તેઓ ઈચ્છી રહી છે. રાજકારણમાં મહિલાઓને ભાજપે જે મહત્વ આપ્યું છે તેનાથી અમદાવાદની મહિલાઓ તો ખુશખુશાલ જોવા મળી. સાથે જ ગુજરાતમાં મહિલાઓને જે સુરક્ષા મળે છે તેવી સુરક્ષા દરેક રાજ્યમાં મળવી જોઈએ તેવી પણ માંગણી ગુજરાતની મહિલાઓએ કરી.

દેશના આર્થિક વિકાસમાં આજે પુરૂષોની સાથે મહિલાઓનો પણ અમૂલ્ય ફાળો છે. સરકાર મહિલાઓ પગભર થાય અને તેમનું પણ યોગદાન દેશના વિકાસમાં હોય તે માટે અનેક પ્રયાસો કરી રહી છે. પરંતુ શહેરની મહિલાઓના મતે ગામડામાં તો મહિલાઓ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. પરંતુ આવી યોજનાઓ શહેરની મહિલાઓ માટે કંઈક અલગ રીતે ચલાવવી જોઈએ. 

આર્થિક વિકાસ, યોજનાઓ, સુરક્ષા, રોડ-રસ્તા, ડિજિટલાઈઝેશન સહિત અનેક મુદ્દે અમદાવાદની મહિલાઓએ પોતાનો મત રાખ્યો. મહિલાઓ સાથેની આ ચર્ચામાં એટલું તો સ્પષ્ટ જોઈ શકાયું કે તેઓ પ્રધાનમંત્રી મોદી અને તેમના કામથી ખુબ જ પ્રભાવિત છે. જો કે કેટલીક ખામીઓ છે તેને પણ સુધારવાની તેમણે વાત કરી. પરંતુ આ ચર્ચાથી શહેરમાં ભાજપનું પ્રભુત્વ હજુ પણ જળવાયેલું છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news