ચેતન પટેલ/ સુરત: સુરત વોર્ડ નંબર 26 માંથી માત્ર 4 ફૂટના અપક્ષ ઉમેદવારે (Independent Candidate) ભાજપ અને કોંગ્રેસને લલકાર્યા છે. બોર્ડમાં અનેક સ્થાનિક મુદ્દાઓને લઇને ઇંડાના હોલસેલ દુકાનદારે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને આજે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) બંનેના ઉમેદવારોને (Candidate) લડત આપવા માટે કટિબદ્ધ બન્યો છે. તેને સ્પષ્ટ જણાવ્યું છે કે, તેમના કદ ઉપર લોકો ન જાય તેની જીત માટે તે કટિબદ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election of Surat Municipal Corporation) અચાનક જ ચેતન ચંદ્રકાંત ખાંડેકર (Chetan Chandrakant Khandekar) એન્ટ્રી થાય છે અને લોકો તેમને જોતા રહી જાય છે. કારણ કે, માત્ર 4 ફૂટના આ ઉમેદવાર (Candidate) લોકોને પોતાને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે. સુરતમાં (Surat) સૌથી નાના કદના ઉમેદવાર ચેતન સુરતના ડિંડોલી વિસ્તારમાં ઇંડાની દુકાન ધરાવે છે. 


આ પણ વાંચો:- Dr Pravin Togadiaની પાર્ટીએ ભરૂચ નગરપાલિકામાં ઝંપલાવ્યું, તમામ વોર્ડમાં ઉભા રાખશે ઉમેદવાર


પોતાના વિસ્તારમાં વિકાસના કામ ન થયા હોવાની તે આટલી હદે ત્રાસી ગયો હતો કે, તેણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તેણે ફોર્મ ભર્યુ હતું જે સ્વીકારી લેવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં તે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોને લડત આપવા તૈયારી બતાવી રહ્યા છે.


આ પણ વાંચો:- અમદાવાદ સિવિલમાં મેડિકલ સ્ટુડન્ટ્સ અને તબીબ દંપતિએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ


ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર 26માં ભાજપની પેનલ આવી હતી. અહીં કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે તૈયારી બતાવી રહી છે. ત્યારે એક અપક્ષ ઉમેદવાર તરીકે બંને પાર્ટીને લલકારી છે. ચેતને જણાવ્યું હતું કે, મારા વોર્ડમાં અનેક સમસ્યાઓ છે. જેનું નિરાકરણ અત્યાર સુધી આવ્યું નથી. પાણી, ડ્રેનેજની સમસ્યાઓ દૂર કરવા માટે મેં ચૂંટણી લડવાની તૈયારી કરી છે. લોકો મારા કદ પર ન જાય હું લોકોના કામ કરવા માટે આગળ આવીશ.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube