અમરેલી : અમરેલી - બગસરા રોડ પર બાબુપુર ગામના પાટીયા પાસે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારનાં 4 વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. મૃતકમાં સાસુ વહુ અને બે બાળકોનો સમાવેશ થાય છે. મૃતક બંન્ને બાળકો ભાઇ બહેન હતા. જ્યારે 3 વ્યક્તિને ઇજા પહોંચતા 2ને ગંભીર ઇજા સાથે રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને પગલે અટકેલી ફાઇલ પાસ, 15 પોલીસ અધિકારીઓને પ્રમોશન, થશે ધરખમ ફેરફાર

જ્યારે એક વ્યક્તિને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતક તમામ ગાવડકા ગામમાં રહેતા અને એક જ ગાડીમાં 7 લોકો બેઠેલા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તમામને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 


નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સંગઠનને નવી ઉંચાઇએ પહોંચાડશે: CM રૂપાણી

108 EMT એ જણાવ્યું કે, અમરેલી-બગસરા રોડ પર ઘટના બની હતી. 108ને કોલ મળતા અમરેલીથી બે બગસરાથી એક ટીમ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ હજી પણ 1 વ્યક્તિની સ્થિતી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામની સારવાર ચાલી રહી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube