અંબાજી અકસ્માત : 21 મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી તરફથી સહાય જાહેર કરાઈ
અંબાજી (Ambaji) નજીક ત્રિશુલિયા ઘાટ પાસે ગઈકાલે થયેલા લક્ઝરી બસ (Bus Accident) ના ગોઝારા માર્ગ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેનશીલ માનવીય અભિગમ અપનાવીને મુખ્મયંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં દરેક મૃતકના વારસદારને 4 લાખ સહાય કરવામાં આવી છે. આ સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ફંડમાંથી આપવામાં આવશે.
અમદાવાદ :અંબાજી (Ambaji) નજીક ત્રિશુલિયા ઘાટ પાસે ગઈકાલે થયેલા લક્ઝરી બસ (Bus Accident) ના ગોઝારા માર્ગ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેનશીલ માનવીય અભિગમ અપનાવીને મુખ્મયંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં દરેક મૃતકના વારસદારને 4 લાખ સહાય કરવામાં આવી છે. આ સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ફંડમાંથી આપવામાં આવશે.
આવતીકાલે ગાંધીજયંતી પર પીએમ મોદી અમદાવાદમાં, સાંજે આ રસ્તો રહેશે બંધ
બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 21 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ મૃતકો અંકલાવ તાલુકાના છે, જેમાં ખડોલ ગામના 6 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. 6-6 લોકોના મોત બાદ અંતિમયાત્રાથી ખડોલ ગામમાં આક્રંદ જોવા મળ્યો હતો. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા ખડોલ પહોંચ્યા, જ્યાં અમિત ચાવડાએ પરિજનોને 10 લાખ આપવાની માંગ કરી હતી.
24 કલાકમાં સાંબરકાંઠા-અરવલ્લીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, દિવાલ પડતા બાળકનું મોત
મળતી જાણકારી પ્રમાણે, 55 સીટની ખાનગી બસમાં 76 દર્શનાર્થીઓ અંબાજી મંદિરમાં દર્શને ગયા હતા. ઈજાગ્રસ્તોની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઓવર સ્પીડને કારણે વરસાદને લીધે બસ સ્લીપ ખાઈ ગઈ હતી. ઢાળ પર અચાનક બ્રેક મારવાને કારણે બસ સ્લીપ ખાઈ જવાની આશંકા સેવવામાં આવી રહી છે. ત્યારે આ સમગ્ર મામલામાં ડ્રાઈવર સામે માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :