આવતીકાલે ગાંધીજયંતી પર પીએમ મોદી અમદાવાદમાં, સાંજે આ રસ્તો રહેશે બંધ

આવતીકાલે 2જી ઓક્ટોબરે (2nd October) ગાંધીજીની જન્મજયંતિ (Gandhi Jayanti) નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે. સાંજે 6 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે અડધો કલાક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)માં વિતાવીને રિવરફ્રન્ટ (Riverfront) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Sarpanch Sammelan)માં ઉપસ્થિત રહેશે. રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી દિલ્હી (Delhi) જવા રવાના થશે.

Updated By: Oct 1, 2019, 04:07 PM IST
આવતીકાલે ગાંધીજયંતી પર પીએમ મોદી અમદાવાદમાં, સાંજે આ રસ્તો રહેશે બંધ

અમદાવાદ :આવતીકાલે 2જી ઓક્ટોબરે (2nd October) ગાંધીજીની જન્મજયંતિ (Gandhi Jayanti) નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે. સાંજે 6 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે અડધો કલાક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)માં વિતાવીને રિવરફ્રન્ટ (Riverfront) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Sarpanch Sammelan)માં ઉપસ્થિત રહેશે. રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી દિલ્હી (Delhi) જવા રવાના થશે.

Photos : ગુજરાતના આ મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે વધે છે તેવું કહેવાય છે

2 જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે દેશભરના સરપંચો માટે સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં દેશના દરેક રાજ્યોમાંથી 20 હજાર જેટલા સરપંચો આવશે. જેમાંથી 10,000 સરપંચ ગુજરાતના હશે. અન્ય રાજ્યોના સરપંચો આ સંમેલનમાં ભાગ લેશે. તેઓ ત્રણ દિવસ ગુજરાતમાં સરપંચ રોકાશે. 

અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થશે અને જનસભાને પણ પીએમ મોદી સંબોધન કરશે. અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય જનસભાનું આયોજન પ્રદેશ ભાજપ દ્વારા થઇ રહ્યું છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસની ભવ્ય સફળતાને લઇને તેમનું સ્વાગત થશે. પીએમ મોદી એરપોર્ટ પર સંબોધન કર્યા બાદ ગાંધી આશ્રમ પહોંચશે. જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાજંલિ અને સુતરની આંટી પહેરાવશે. પીએમ મોદી લગભગ 20 મીનિટ સુધી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે વિતાવશે. ત્યારબાદ રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સરપંચોના સંમેલનને સંબોધન કરશે. જેમાં ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત દેશ જાહેર કરાશે. મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના વિચારને આ ભેટ હશે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિને લઇને આ જાહેરાત થશે. 

સરપંચ સંમેલન બાદ પીએમ મોદી જીએમડીસી ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની પણ મુલાકાત લેવાના છે. ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની શરુઆત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ કરી હતી ત્યારે પીએમ તરીકે તેમની હાજરી મહત્વની બની રહેશે.  

24 કલાકમાં સાંબરકાંઠા-અરવલ્લીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, દિવાલ પડતા બાળકનું મોત 

રોડ ડાયવર્ટ કરાયો
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટના ઈવેન્ટ ગ્રાઉન્ડ ખાતે બુધવારે આ કાર્યક્રમ યોજનાર છે. આ કારણે સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં વિવિધ કાર્યક્રમો હોવાથી પોલીસ દ્વારા ટ્રાફિકની વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. આ માટે વાડજ સ્મશાન ગૃહથી આંબેડકર બ્રિજ સુધીના સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં બપોરે 12થી રાત્રે 11 વાગ્યા સુધી વાહનવ્યવહાર બંધ રહેશે. વૈકલ્પિક રુટ તરીકે આશ્રમ રોડનો ઉપયોગ કરી શકાશે. 

આવતીકાલે કાર્યક્રમમાં વિદેશના મહાનુભવો, ગાંધીવાદીઓ તેમજ અનેક હસ્તીઓ હાજર રહેશે. આવતીકાલના દિવસની સ્વચ્છતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરાશે. આ સાથે જ દર વર્ષે સાબરમતી આશ્રમ અને પોરબંદરનાં કિર્તીમંદિરમાં પણ રાબેતા મુજબના કાર્યક્રમો યોજાશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :