અમદાવાદ :પાકિસ્તાનના આંતકી કહી શકાય તેવા તીડનો તરખાટ (Loctus attack) હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચી રહ્યો છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા બાદ હવે સાબરકાંઠા સુધી તીડનો આતંક પહોંચી ગયો છે. ત્યારે તીડને ભગાડવા ખેડૂતોએ અવનવા પ્રયાસો કરી રહ્યા છે. તીડના આક્રમણથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તીડને અટકાવવા સરકારની ટીમ લાગે કામે લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26 ડિસેમ્બરે અંબાજી-દ્વારકા મંદિરમાં આરતી-દર્શનનો બદલાયો છે સમય, ખાસ જાણી લેવો


બનાસકાંઠામાં તીડનો આતંક યથાવત
બનાસકાંઠાના થરાદ તાલુકાના કશવી, રાણસરી, ભરડાસર, આતરોલ, તાખુવા અને શેરાવ ગામના વિસ્તારમાં તીડે રાત્રે પડાવ નાંખ્યો છે. 10 કિલોમીટરના ઘેરાવમાં તીડના ઝુંડે બનાસકાંઠાના આ ગામોને ઘેરી લીધા છે. જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને થરાદમાં તીડનો આતંક યથાવત છે. ત્યારે આજે તીડ પ્રભાવિત થરાદના ભરડાસર ગામની મુલાકાત સંસદ પરબત પટેલ અને ખેતીવાડી અધિકારીઓ લેશે. સાંસદ દ્વારા તીડ પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કરીને ખેતીવાડી અધિકારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરાશે. 


સાબરકાંઠામાં તીડનું આક્રમણ
સાબરકાંઠાના પોશીનાના દંત્રાલ અને કાળી દેવી ગામમા તીડ પહોંચી ગયા છે. કેટલાક ખેતરમાં મર્યાદિત નુકશાન કર્યા બાદ ઝાડી ઝાંખરા પર તીડના ઝુંડ ભરાઈ ગયા છે. ત્યારે ખેતીવાડી વિભાગે તીડના આક્રમણને રોકવા કાર્યવાહી હાથ ધરી છે. 


B'day Special: વાજપેયીને હરાવવા નહેરુએ 2 કાર્ડનો ઉપયોગ કર્યો હતો, એક હતું bollywood અને બીજું...


ધારાસભ્યએ ડબ્બો ખખડાવી તીડ ભગાવ્યા
બનાસકાંઠાના ધાનેરા પંથકમાં તીડના મોટા ટોળાએ આતંક મચાવ્યો છે. ત્યારે ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય નાથભાઈ પટેલના ખેતરમાં તીડ આવતા તેઓ તીડ ઉડાડવાના કામે લાગ્યા છે. ડબ્બો ખખડાવીને ધારાસભ્ય ખેતરમાંથી તીડ ઉડાવી રહ્યા છે. ખુદ રાજકીય નેતાઓના ખેતરો પણ તીડના આક્રમણનો શિકાર બન્યા છે. 


નાપાક તીડને ભગાડવા માટે ખેડૂતો અવનવા પ્રયાસો કરી રહ્યાં છે. તીડોને ભગાડવા માટે ખેડૂતો થાળી, તગારા, ઢોલ વગાડી રહ્યાં છે. તો બીજી તરફ, ધુમાડો કરીને તીડોને ભગાવી રહ્યા છે. તીડને ભગાડવા માટે ડીજેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ તીડોની સંખ્યા એટલી વધારે છે કે તીડો ખેડૂતોની સામે જ તેમના મહામૂલો પાકનો સફાયો કરી રહ્યા છે. રાજસ્થાનના રસ્તે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ઘૂસેલા તીડે ખેડૂતોના પાકને મોટું નુકસાન કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....