26 ડિસેમ્બરે અંબાજી-દ્વારકા મંદિરમાં આરતી-દર્શનનો બદલાયો છે સમય, ખાસ જાણી લેવો

આવતીકાલે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ છે. 26 ડિસેમ્બરે ભારતમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ (Solar Eclipse 2019) દેખાવાનું છે. જેને નિહાળવા માટે ખગોળવિદો દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે સૂર્યગ્રહણને લઈને મંદિરો બંધ કરવામાં આવે છે. સૂર્યગ્રહણ હોવાથી આરતી અને દર્શનનો સમય પણ બદલાઈ જાય છે. ત્યારે ગુજરાતના બે પ્રખ્યાત મંદિરો અંબાજી (Ambaji) અને દ્વારકાના મંદિર (Dwarka) માં પણ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે સૂર્યગ્રહણના દિવસે જો તે આ બે મંદિરમાં જવાના હોય તો ખાસ વાંચી લેજો આ માહિતી. 
26 ડિસેમ્બરે અંબાજી-દ્વારકા મંદિરમાં આરતી-દર્શનનો બદલાયો છે સમય, ખાસ જાણી લેવો

પરખ અગ્રવાલ/રાજુ રૂપારેલિયા/અમદાવાદ :આવતીકાલે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ છે. 26 ડિસેમ્બરે ભારતમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ (Solar Eclipse 2019) દેખાવાનું છે. જેને નિહાળવા માટે ખગોળવિદો દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે સૂર્યગ્રહણને લઈને મંદિરો બંધ કરવામાં આવે છે. સૂર્યગ્રહણ હોવાથી આરતી અને દર્શનનો સમય પણ બદલાઈ જાય છે. ત્યારે ગુજરાતના બે પ્રખ્યાત મંદિરો અંબાજી (Ambaji) અને દ્વારકાના મંદિર (Dwarka) માં પણ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે સૂર્યગ્રહણના દિવસે જો તે આ બે મંદિરમાં જવાના હોય તો ખાસ વાંચી લેજો આ માહિતી. 

અંબાજી મંદિરમાં બદલાયેલો સમય 
આ વખતે તારીખ 26 ડિસેમ્બર 2019ના ગુરુવારે માગશર વદ અમાસના રોજ કંકણાકૃતિ સૂર્યગ્રહણ હોવાથી ધાર્મિક પ્રક્રિયાઓને પૂજાપાઠ ઉપર વેધ લાગતો હોય છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિરમાં પૂજાવિધિની કામગીરીમાં ફેરફાર કરાયો છે. જોકે આ સૂર્યગ્રહણ પૂર્વ આફ્રિકા, યુરોપ ઓસ્ટ્રેલિયા, હિન્દ મહાસાગર તથા ભારતમાં દેખાશે, જેથી વેધ અમાસના આગલા દિવસ એટલે કે આજે 25 ડિસેમ્બરના રોજ સાંજ પછી લાગે છે. તેથી અંબાજી મંદિર 25 ડિસેમ્બરના રાત્રિના 8.00 કલાક બાદ બંધ થઈ જશે. જે તારીખ 26 ડિસેમ્બર 2019 ના બપોરે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે દર્શન સંપૂર્ણ બંધ રહેશે. અમાસની સવારની આરતી 7.30 કલાકે કરવામાં આવે છે, તે બપોરે 1.00 થી 1.30 કલાક દરમિયાન કરાશે. જ્યારે કે, બપોરે દર્શનનો સમય 1.30 થી 4.15 સુધીનો રહેશે. બાકીના દર્શનનો સમય રાબેતા મુજબ રાખવામાં આવે છે જેની ભાવિક ભક્તોને નોંધ લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે.

ગ્રહણના કારણે જગત મંદિર દ્વારકામાં મંગલા આરતી બપોરે
માગશર વદ અમાસ ગુરૂવારના દિવસે સૂર્યગ્રહણ હોઈ જગત મંદિર દ્વારકાધીશના મંદિરમાં આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ગુરુવારે સવારે 6.30 વાગ્યાના બદલે મંદિરના દ્વાર બપોરે 12 કલાકે ખૂલશે અને સવારે થતી મંગલા આરતી પણ બપોરે 12.00 કલાકે થશે. બપોરે મંદિર ૩.૩૦ વાગ્યે બંધ થઈ સાંજે ફરી 5.30 વાગ્યે ખૂલશે અને રાત્રે 9.45 કલાકે બંધ થશે. એટલે ભગવાનના પણ તમામ દર્શન, પૂજન, ભોગના સમય પણ આ ગ્રહણના કારણે બદલાયા છે. ઉલ્લેખનીય છે કે, ભગવાનને પણ આ પૃથ્વી પરની તમામ અસરો થતી હોય છે. ભગવાનની મૂર્તિમાં પણ પ્રાણ હોય છે, તેથી ગ્રહણનો મોક્ષ થતો હોઈ સવારના ભાગે જગત મંદિરના સમયમાં ફેરફાર થયો છે. જેને વહીવટદાર કચેરી તથા પૂજારી પરિવાર દ્વારા જણાવાયું છે.

દૂરદૂરથી ભક્તો અંબાજી અને દ્વારકા મંદિરે દર્શન કરવા જતા હોય છે. તો બીજી તરફ, હાલ નાતાનું મિની વેકેશન ચાલી રહ્યું હોઈ પ્રવાસીઓએ મંદિરના બદલાયેલા સમયની ખાસ નોંધ લેવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news