નસીબના ખેલ જુઓ, નવા વર્ષે જ પરિવારે બાળકને ત્યજી દીધું, રાજકોટમાં 4 મહિનાનું બાળક મળ્યું
આજે સવારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાવડા નજીક ઝાડીમાં એક બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. ત્યારે આસપાસના લોકોએ જોયું તો ત્યાં ત્રણ મહિનાની બાળક પડી હતી
રક્ષિત પંડ્યા/રાજકોટ :આજે નવુ વર્ષ છે, અને આજે માતાપિતા પોતાના બાળકો માટે નવા કપડાથી લઈને મીઠાઈ-ફટાકડાની ખરીદી કરે છે. તેમના માટે ખાસ દિવાળીનું આયોજન કરે છે. આવામાં રાજકોટના કુવાડવા હાઇવે પર ત્યજી દીધેલું 4 માસનું બાળક મળી આવ્યું છે. બાળકમાં તાવના લક્ષણો જણાતા 108 એમ્બ્યુલન્સની ટીમે બાળકીને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું. ત્યારે કુવાડવા પોલીસે બાળક અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ છે કે, નવા વર્ષે કઈ માતાનો જીવ આવા બાળકને ત્યજી દેવા ચાલ્યો હશે.
આ પણ વાંચો : ફરી લોકડાઉન નહિ લાગે, જરૂર પડશે તો વ્યવસ્થા વધારીશું : નીતિન પટેલ
આજે સવારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાવડા નજીક ઝાડીમાં એક બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. ત્યારે આસપાસના લોકોએ જોયું તો ત્યાં ત્રણ મહિનાની બાળક પડી હતી. ત્યારે લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તો સાથે જ 108ની ટીમ પણ તાત્કાલિક પહોંચી હતી. 108 ટીમના EMT પુનિતે તપાસ કરતા બાળકને તાવ હોવાનું જણાવું હતું. જેથી બાળકને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું છે.
[[{"fid":"292289","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rajkot_balaki_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"rajkot_balaki_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rajkot_balaki_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"rajkot_balaki_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"rajkot_balaki_zee2.jpg","title":"rajkot_balaki_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
રાજકોટમાં ત્યજી દેવાયેલા બાળકોનો સિલસિલો યથાવત
રાજકોટમાં વધુ પ્રમાણમાં ત્યજી દેવાયેલા બાળકો મળી રહ્યાં છે. થોડા દિવસો અગાઉ રાજકોટના કોઠારિયા રોડ પર એક નવજાત શિશુ મળી આવ્યું હતું. એક વાડીમાં અવાવરું જગ્યાએ ગોદડાની અંદર નવજાત શિશુ મળ્યું હતું. તો ગત વર્ષે મળેલી અંબા નામની બાળકીનો કિસ્સો જગજાહેર છે.