અમદાવાદ : બિલખાની સિમમાંથી વન વિભાગે ગોઠવેલા પાંજરામાં વધારે 4 દિપડા ઝડપાયા છે. એક સાથે ચાર દિપડા ઝડપાતા ગામલોકોનાં ધાડે ધાડા જોવા માટે ઉમટી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દિપડાની રંઝાડના કારણે બિલખાની સીમ ખેડૂતો માટે ખુબ જ જોખમી બની હતી. જેના કારણે ખેડૂતો દ્વારા વન વિભાગને રજુઆત કરવામાં આવી હતી. રજુઆતનાં પગલે શકમંદ સ્થળો પર પિંજરા ગોઠવવામાં આવ્યા હતા. જો કે પાંજરાથી છેલ્લા ઘણા દિવસથી દિપડાઓ બચતા ફરતા હતા. 


સતત આવી રહેલા ભૂકંપના આંચકા માટે વધુ વરસાદ કારણભૂત છે, જુઓ શું કહ્યું એક્સપર્ટે...
નિત્યાનંદ આશ્રમ વિવાદ: આજ સાંજ સુધી DPS દસ્તાવેજો રજૂ નહીં કરે તો DEO સ્કૂલને ફટકારાશે નોટિસ
વન વિભાગે બિલખાનાં પાદરની વાડીમાં ગોઠવેલા 4 પિંજરામાં એક ખુંખાર દિપડી અને 3 નાના બચ્ચા આબાદ ઝડપાઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં દિપડીની રંઝાડ ઘણા મોટા પ્રમાણમાં હતી. જો કે હવે વનવિભાગના પાંજરે પુરાતા સીમમાં ખેડૂતો રાહતનો શ્વાસ લઇ શકશે. વન વિભાગે પણ દિપડા પકડવાનાં અભિયાનમાં 16 દિવસમાં 16 દિપડા ઝડપી લીધા છે. આ તમામની સંપુર્ણ તપાસ કર્યા બાદ તમામને જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે.