સતત આવી રહેલા ભૂકંપના આંચકા માટે વધુ વરસાદ કારણભૂત છે, જુઓ શું કહ્યું એક્સપર્ટે...

કચ્છ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી સતત આવી રહેલા ભૂકંપના આંચકા (Earthquake) નું ખરુ કારણ સામે આવ્યું છે. સતત આવી રહેલા આંચકાને લઈને ઝી મીડિયાની ટીમે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટર (seismological Reseach center) ના ડાયરેક્ટર સાથે ખાસ વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર શું છે ભૂકંપના આંચકા વધવા પાછળનું કારણ આવો જોઈએ આ ખાસ વાતચીત. સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટરને ભૂકંપના આવી રહેલા આંચકા પાછળ વધુ વરસેલો વરસાદ હોવાનું જણાવ્યું છે. 
સતત આવી રહેલા ભૂકંપના આંચકા માટે વધુ વરસાદ કારણભૂત છે, જુઓ શું કહ્યું એક્સપર્ટે...

હિતલ પારેખ/ગાંધીનગર :કચ્છ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી સતત આવી રહેલા ભૂકંપના આંચકા (Earthquake) નું ખરુ કારણ સામે આવ્યું છે. સતત આવી રહેલા આંચકાને લઈને ઝી મીડિયાની ટીમે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટર (seismological Reseach center) ના ડાયરેક્ટર સાથે ખાસ વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર શું છે ભૂકંપના આંચકા વધવા પાછળનું કારણ આવો જોઈએ આ ખાસ વાતચીત. સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટરને ભૂકંપના આવી રહેલા આંચકા પાછળ વધુ વરસેલો વરસાદ હોવાનું જણાવ્યું છે. 

નિત્યાનંદ આશ્રમ વિવાદ: આજ સાંજ સુધી DPS દસ્તાવેજો રજૂ નહીં કરે તો DEO સ્કૂલને ફટકારાશે નોટિસ

ભૂકંપના આંચકા ગુજરાત માટે નુકસાનકારક નહિ, પણ ફાયદાકારક છે
ગુજરાતને આ વર્ષે વધુ વરસાદ મળ્યો તે હોવાનું સિસ્મોલોજી સેન્ટરના ડાયરેક્ટર સુમેર ચૌપાડ માની રહ્યાં છે. તેમણે કહ્યું કે, જામનગરમાં હજુ જાન્યુઆરી મહિના સુધીમાં નાના ભૂકંપના આંચકા આવતા રહેશે. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં ગાંધીનગરના સિસ્મોલોજી સેન્ટરના ડાયરેક્ટરે દાવો કર્યો કે, ગુજરાતમાં વર્ષે સરેરાશ 6૦૦ જેટલા ભૂકંપના નાના-મોટા આંચકા આવે છે. આ નાના મોટા ભૂકંપના આંચકા ગુજરાત માટે નુકસાનકારક નહિ, પણ ફાયદાકારક હોવાનો દાવો પણ તેઓએ કર્યો છે.

સૌરાષ્ટ્રમાં આંચકા આવવાનું કારણ જણાવ્યું...
ગુજરાતની સ્થિતિ જોઈએ તો કચ્છમાં ઝોન-5, સૌરાષ્ટ્ર ઝોન-3માં આવે છે. ઉત્તર ગુજરાત અને દાહોદ ઝોન-2માં આવે છે. ઝોન-5 વિસ્તારમાં ભૂકંપની એક્ટિવિટી તો રહે જ છે. કચ્છમાં આંચકા આવવા નોર્મલ છે. અમે કચ્છને મોનિટર કરીએ છીએ, તો દર વર્ષે 4 મેગ્નીટ્યૂડનો ત્રણ-ચાર આંચકા વર્ષે આવે છે. તેમજ 6-7 વર્ષના અંતરમાં 5 મેગ્નીટ્યૂડનો આંચકો પણ આવે છે. 5 મેગ્નીટ્યૂડનો આંચકો છેલ્લે 2012માં આવ્યો હતો. 2018માં 4.8નો આંચકો આવ્યો હતો. આ વર્ષે 2019ની વાત કરીએ તો, ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી પાંચ ભૂકંપ આવ્યા છે. જેની તીવ્રતા 4થી 5ની વચ્ચે રહ્યો છે. ઝોન મુજબ જોઈએ તો આ નોર્મલ એક્ટિવિટી છે. આવા નાનામોટા આંચકા આ રિજનમાં આવતા રહે છે. સૌરાષ્ટ્રમાં
જે ભૂકંપ આવે છે, તેને મોન્સૂન રિલેટેડ હોય છે. જ્યારે પણ સૌરાષ્ટ્રમાં વરસાદ એવરેજથી વધુ થાય છે, તો જામનગર અને ગીર જંગલમાં તલાલામાં પત્થર હાઈલી ફ્રેક્ચર્ડ છે. વરસાદ વધુ થાય તો પાણી નીચે સરક્યુલેટ થાય છે. તેનાથી પત્થર પર દબાણ વધે છે. તેનાથી નાના નાના ભૂકંપ આવે છે. આવા ભૂકંપ વરસાદના ત્રણ-ચાર મહિના રહે છે. પછી આવતા નથી. 

1 થી 19 નવેમ્બર સુધી 96 આંચકા આવ્યા 
રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સતત ભુકંપના આંચકા આવી રહયાં છે. છેલ્લા બે દિવસમા 5 જેટલા નાના મોટા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આંકડા મુજબ, રાજ્યમા 1 નવેમ્બરથી આજ સુધી 96 ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી વધુ ઝટકા સૌરાષ્ટ્રમાં 40 આંચકા આવ્યા છે. જ્યારે કે કચ્છમાં 32 આંચકા અનુભવાયા છે. જેમાં ગઈકાલે 4થી વધુ તીવ્રતાનો એક આંચકો નોધાયો છે. ચાલુ વર્ષે 4 કરતા વધુ તીવ્રતાના 5 આંચકા અનુભવાયા છે. 

જામનગર-કચ્છમાં લોકોમાં ફફડાટ
રાજ્યના અનેક જિલલામાં ભૂકંપનો સિલસિલો યથાવત રહ્યો છે...ચાલુ વર્ષે જામનગર, નવસારી, તાપી, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે. જામનગરમાં 12 કલાકની અંદર 2.9 અને 2.2ની તીવ્રતાના બે આંચકા અનુભવાયા છે. જ્યારે કે, જામનગરમાં ભૂકંપનું કેન્દ્રબિન્દુ 26 કિલોમીટર દૂર છે. તો કચ્છના ભચાઉમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. જોરદાર આંચકાના કારણે કચ્છમા રહેણાંક મકાનોમાં તિરાડો પણ પડી છે. જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વધ્યો છે. કચ્છમાં 2001 પછી હાલ સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news