ભાવનગર: ભાવનગર જિલ્લામાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત ચાર વર્ષની બાળકીના પરિવાર વિરૂદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પોલીસના અનુસાર આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે બાળકીના પરિવારજનો લોકડાઉનની અવગણના કરી બાળકીને લઇને એક સંબંધીના ઘરે જતા રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘોઘા પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું કે બાળકીના પિતા જમનાકુંડ વિસ્તારમાં કોરોના નિયંત્રણ ક્ષેત્રના નિવાસી છે, તેને પોતાને સરકારી અધિકારી ગણાવતાં પોલીસને શુક્રવારે એક પરચી પકડાવી અને મોટરસાઇકલ પર પોતાની બાળકી સાથે 18 કિલોમીટર દૂર ઘોઘામાં પોતાના સંબંધીના ત્યાં પહોંચી ગયો.  


તેમણે જણાવ્યું કે શનિવારે ચાર વર્ષની બાળકી ઘોઘામાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં કોરોના વાયરસ સંક્રમિત જોવા મળી. સાથે જ તેને પછી ભાવનગરના એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી. તેમણે કહ્યું કે બાળકી માતા-પિતા અને તેના સંપર્કમાં આવેલા બે અન્યને અહીં એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. 


પોલીસે રવિવારે બાળકીના માતા-પિતા વિરૂદ્ધ આઇપીસી કલમ 170, 269, 270 અને કલમ 188 હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેમના વિરૂદ્ધ મહામારી બિમારી કાનૂનની જોગવાઇઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર