અમદાવાદ : દેશમાં જે પ્રકારે લીંબ અને શાકભાજીના ભાવ વધી રહ્યા છે તેના કારણે હવે શાકભાજી પણ સોનાથી કમ નથી રહ્યા. જેના પગલે ચોરો દ્વારા હવે શાકભાજીઓને પણ નિશાન બનાવાઇ રહ્યા છે. આજે લીંબુ બાદ હવે મરચાની પણ ચોરીની ઘટના બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ લીંબુની ચોરીની પણ ઘટના બની હતી. જમાલપુર માર્કેટમાં શાકભાજી વેચવા માટે આવેલા ટ્રકમાંથી મરચાની ચોરી થઇ રહી હતી. જે કે ચોરી કરી રહેલા 4 પૈકી 2 શખ્સોને ઝડપી લેવાયા છે. બાકીના બે યુવકોની તપાસ ચાલી રહી છે. મરચાની ચોરી કરી રહેલા બે શખ્સોને લોકોના ટોળા દ્વારા ઝડપી લેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LRD બોર્ડના ચેરમેનના નામે બનાવટી સ્ક્રીન શોર્ટ વાયરલ કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો, થયો ચોંકાવનારો ખુલાસો


ખેડાનો અઝરુહદ્દીન શાકમાર્કેટમાં વેચાણ કરવા માટે આવ્યો હતો. પીપલજથી મરચાના પોટલા ભરીને શાકભાજી વેચવા માટે જમાલપુર આવ્યો હતો. અઝહરુદ્દીન શાકમાર્કેટમાં દાખલ થવા માટે લાઇનમાં ઉભી રાખી હતી. દરમિયાન તેને સાઇડ મીરરમાં જોયું તો બે યુવાનો ટ્રકના પાછળના ભાગેથી ઉપર ચઢીને મરચા ભરેલા પોલટા જમીન પર ફેંકતા હતા. જેથી અઝરુદ્દીને ટ્રક પાસે ઉભેલા લોકોને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આ લોકોએ તેની સાથે ઝપાઝપી કરી હતી. 


GUJARAT CORONA UPDATE: નવા 11 કેસ, 19 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


અઝરુદ્દીને બુમો પાડતા લોકો મદદે દોડી આવ્યા હતા. બે શખ્સો મરચાના બે પોટલા લઇને ભાગી ગયા તા. જો કે ટ્રકમાં રહેલા બે યુવકો ઝડપાયા હતા. પોલીસ તપાસમાં ઝડપાયેલા કરણ બ્રીજેશ ગુપ્તા અને જાવેદ ઉર્ફે બોબડો કાલુમીયા શેખ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ફરાર લોકોમાં નવઘણ ઉર્ફે ભજિયો અને સમીર ઉર્ફે તોતુ અકબર સૈયદ હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube