જૂનાગઢ : ગોધરા તાલુકાના રામપુરા ગામમાં રહેતા ચાર મિત્રો 7 ડિસેમ્બરે ઘરેથી નિકળ્યા હતા. જૂનાગઢના મેંદરડામાં તેમની ગાડી ઓઝત નદીમાં ખાબકી હતી અને ચારેયનાં ડુબવાથી મોત નિપજ્યા હતા. ત્યારે હાલ એ ચારેય મૃતકોનાં દેહ પોસ્ટમોર્ટમ ખાતે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપાયા હતા. પટેલ પરિવારનાં એક સાથે ચાર યુવકોનાં મોત થવાનાં કારણે સમાજમાં અને ગોધરા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં હીટ એન્ડ રન : ફૂટપાથ પર કામ કરી રહેલા 3 લોકોને અડફેટે લીધા
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રામપુર ગામના રહેવાસી પીનાકીન પટેલ, મૌલિન પટેલ, મોહીત પટેલ અને જીગર પટેલ 7 ડિસેમ્બરે ફરવા માટે નિકળ્યા હતા. રામપુરના રહેવાસી ચારેય યુવકો પૈકી પિનાકીન પટેલનાં લગ્નને માત્ર 10 જ મહિના થયા હતા. ઉપરાંત જીગર પટેલનાં લગ્નને માત્ર 2 વર્ષ જ થયા હતા. જીગર પટેલની પત્ની સગર્ભા છે ત્યારે આવી ઘટના બનતા પરિવાર માથે આભ ફાટી પડ્યું છે. 


ઝડપાયેલી દીપડી માનવભક્ષી છે કે કેમ? હાલ નિષ્ણાંતોનું ચલકચલાણું
નર્મદા મુખ્ય કેનાલમાં યુવતીએ છલાંગ લગાવી અને પછી રમાઇ જીવ સટ્ટોસટ્ટની બાજી
ચારેય યુવાનો સૌરાષ્ટ્ર દર્શને નિકળ્યા હતા. વિરપુરથી દર્શન કરી તેઓ GJ 17 BH 6029 નામની ઇકો કાર લઇને જૂનાગઢ તરફ વળ્યા હતા. જો કે તેઓ જૂનાગઢ તરફ જવા દરમિયાન અચાનક ગુમ થઇ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ યુવાનોનુ અંતિમ લોકેશનમેંદરડા રોડ પર દેખાડતા હોઇ પોલીસ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી.  તપાસ કરતા નદીમાં ગાડી પડી હોવાનું દેખાતા તત્કાલ ફાયરની ટીમને બોલાવાઇ હતી. ઓઝત નદીમાં જ્યાં ગાડી ખાબકી હતી ત્યાંથી 2 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ક્રેઇનની મદદથી ગાડી બહાર કાઢતા અન્ય બે મૃતદેહો મળી આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube