ઉદય રંજન/અમદાવાદ: 31મી ડિસેમ્બરને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની મજા માણવા માટે લોકો થનગની રહ્યા છે. તો સામે રાજ્યના બુટલેગરોએ પણ અવનવા કિમીયા શોધીને દારૂ ઘુસાડવાની શરૂવાત કરી દીધી છે. ત્યારે 31 ડિસેમ્બર નજીક આવતા ગુજરાત પોલીસની સાથે સાથે અમદાવાદ પોલીસ પણ દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો પર બાજ નજર રાખી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ગ્રામ્ય પોલીસના ચાંગોદર પોલીસે 31મી ડિસેમ્બરનો દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે. ચાંગોદરના પરિશ્રમ ઇન્ડેસ્ટ્રિયલ હબના એક ગોડાઉન માંથી 400 પેટીથી પણ વધુ વેદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 2 લોકોની અટકાયત કરવામાં છે. ગોડાઉન માલિકે પાણીની પેટીની આડમાં આ દારૂ છુપાયો હતો. અને પાણીની પેટી સાથે દારૂની સપ્લાય કરતો હતો. 


વધુમાં વાંચો...રાજકોટ: પડધરીમાં દોરા બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, 200 કરોડના નુકશાનની આશંકા


આ રેડમાં મોડી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ તમામ દારૂની પેટીઓ વિદેશી દારૂની હોવાનું પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ચાંગોદર પીએમઆઇ દ્વારા બાતમીના આધારે રેડ કરવમાં આવી હતી. ડીજી દ્વારા આપવામાં આવેલી સૂચના દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાને રાખીને ગોડાઉનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે આશરે 60 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.