વડોદરાઃ  રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય છે. અનલોક 1 શરૂ થયા બાદ ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. તો વડોદરામાં આજે નવા 42 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1953 થઈ ગઈ છે. વડોદરા જિલ્લામાં આજે કોરોના વાયરસની સારવાર બાદ 48 દર્દીઓને રજા આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 47 લોકોના મૃત્યુ
વડોદરામાં આજે કુલ 255 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 42નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 1953 પર પહોંચી છે. તો અત્યાર સુધી 1303 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં આ મહામારીને લીધે અત્યાર સુધી 47 લોકોના મૃત્યુ થયા છે. 


ભરતસિંહનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી સહિત અનેક લોકો થયા હોમ ક્વોરેન્ટાઇન


પાદરામાં કોરોનાનો વિસ્ફોટ
વડોદરાના પાદરામાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આજે અહીં નવા 5 કેસ નોંધાવાની સાથે સંક્રમિતોની સંખ્યા 69 પર પહોંચી ગઈ છે. દિવસેને દિવસે વધી રહેલા કેસને કારણે તંત્ર પણ ચિંતામાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube