તેજશ મોદી/સુરત: સુરતમાં શનિવારે હિન્દુ ધર્મ છોડીને કાયદેસર રીતે 432 લોકોએ બોધ્ધ ધર્મ અંગીકાર કર્યો હોવાની ઘટના બની હતી. થોડા વર્ષો આગાઉ 500 લોકોએ ધર્મપરિવર્તન અંગે સુરત જીલ્લા કલેકટરને અરજી કરી હતી, જે અરજી  સરકારે સ્વિકારતા તામમ લોકોએ ધર્મપરિવર્તન અંગેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા 110 થી વધુ પરિવારોએ સુરત જીલ્લા કલેકટરને ધર્મપરિવર્તન અંગે અરજી કરી હતી. વર્ષ 2013થી શરૂ કરેલી પ્રક્રિયામાં ક્લેક્ટર હાલમાં જ તમામ પૈકી 432 લોકોને ધર્મ પરિવર્તન અંગે મંજૂરી આપતા અધિકૃત રીતે બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. 


ગોડાદરાના મંગલ પાંડે કોમ્યુનિટી હોલ ખાતે ધર્મ પરિવર્તનના યોજાયેલા કાર્યક્રમમાં બૌધ્ધ ગુરૂઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બૌધ્ધ ધર્મ પરિવર્તન સમિતીના કન્વીનર પરિક્ષીત રાઠોડે જણાવ્યું હતું કે, છ વર્ષ અગાઉ તેમણે અરજી દાખલ કરી હતી. પરંતુ કોઈક કારણસર અટકી જતી હતી. આ વખતે ડો. ધવલ પટેલે મંજૂરી આપીને રાજ્ય સરકારને અને અમને કોપી મોકલી આપી હતી.


ગણિત-વિજ્ઞાનથી કંટાળેલા વિદ્યાર્થીઓ માટે આ જિલ્લાના શિક્ષકોએ બનાવ્યુ અનોખુ પુસ્તક


કુલ 515 લોકોએ અરજી કરી હતી. પરંતુ સમયની સાથે લોકોનું માઈગ્રેશન અને અવસાન તથા અમુક ડોક્યુમેન્ટ પુરતા ન હોવાથી કુલ 432 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે.વધુમાં તેમને કહ્યું  કે, ધર્મપરિવર્તન અંગેની કાયદાની લાંબી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ પ્રમાણપત્રના વિતરણ માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.