વડોદરામાં નવા 44 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 1700 નજીક
વડોદરા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. આજે પાદરા, જંબુસર અને મોટા મોતીપુરામાં નવા કેસ સામે આવ્યા છે.
વડોદરાઃ રાજ્યમાં કોરોના વાયરસના (Covid 19 સતત વધી રહેલા કેસોને કારણે લોકોની ચિંતા પણ વધી રહી છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં દરરોજ 500થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરામાં (vadodara) સૌથી વધુ કેસ નોંધાયા છે. તો આજે જિલ્લામાં વધુ 44 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1695 પર પહોંચી ગઈ છે.
આજે વધુ 13 સંક્રમિતો ડિસ્ચાર્જ
વડોદરા જિલ્લામાં આજે જે નવા 44 કેસ નોંધાયા છે તેમાં 31 કેસ શહેર અને 10 કેસ ગ્રામ્યમાં નોંધાયા છે. તો કુલ સંક્રમિતોની સંખ્યા 1695 થઈ ગઈ છે. વડોદરા જિલ્લામાં આજે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયુ નથી. દિવસ દરમિયાન કુલ 13 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંક્યા 1105 થઈ ગઈ છે. તો કોરોના વાયરસના કારણે જિલ્લામાં અત્યાર સુધી 50 લોકોના મૃત્યુ થયા છે.
વડોદરામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન આક્રમક બન્યું, હાઈવે પર ચક્કાજામ કરીને ટાયર સળગાવ્યા
પાદરામાં નવા પાંચ કેસ
વડોદરા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે. આજે પાદરા, જંબુસર અને મોટા મોતીપુરામાં નવા કેસ સામે આવ્યા છે. પાદરામાં તો નવા પાંચ કેસ નોંધાયા છે. શાક માર્કેટના વેપારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube