હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં ઠંડી વધતા ગંબીર રોગ સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં ગુજરાતમાંથી 44 જેટલા સ્વાઇન ફ્લૂના પોઝિટીવ કેસ નોઁઘાયા હતા. મહત્વનું છે, કે 4 લોકોના આજે સ્વાઇન ફ્લૂના કારણે મોત થતા આરોગ્ય વિભાગ પણ દોડતુ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 781 જેટલા કેસ પોઝિટીવ નોઘાયા હતા. જ્યારે 444 લોકો સારાવાર દરમિયાન સ્વસ્થ થઇ ગયા હતા. જ્યારે 38 જેટલા લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. રાજ્યમાં મોટી સંખ્યામાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વાધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં શરૂ, હેલીકૉપટરથી કામ શરૂ


રાજકોટમાં હજુ પણ સ્વાઈન ફલૂ વોર્ડમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં 32 દર્દી સારવાર લઇ રહ્યા છે. જેમાંથી રાજકોટ શહેરના 11, જિલ્લાના 8 અને અન્ય જિલ્લાના 13 દર્દીનો સમાવેશ થાય છે. વધતા જતા સ્વાઈન ફ્લૂના કેસ આરોગ્ય વિભાગ માટે ચિંતા નો વિષય બન્યો છે, ત્યારે સામાન્ય શરદી ઉધરસ કે સ્વાઈન ફ્લૂના લક્ષણ જણાય તો સિવિલ હોસ્પિટલ કે એમડી કક્ષાના તબીબ પાસે સારવાર લેવા સૂચન કરવામાં આવ્યું છે.