ચેતન પટેલ-જય પટેલ, સુરત- વલસાડ: કોરોના વાયરસના કહેર સામે સમગ્ર દેશ લડત આપી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં કોરના વાયરસના સંક્રમણને દિવસેને દિવસે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. પ્રાપ્ત માહિત અનુસાર સુરતમાં 45 કેસ અને વલસાડ 2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ઝી 24 કલાકનું GujaratEVimarsh - કોરોના સંકટમાં પહેલીવાર ઈ-મંચ પર સાથે આવ્યા રૂપાણી સરકારના મંત્રીઓ


સુરતમાં આજના દિવસે કુલ 45 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં લિબાયત અને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. ફાયર કર્મચારી, પીએસઆઇ તથા અઠવા ઝોનના પટાવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- કોરોના ટેસ્ટની પરમિશન અંગે HCની ટકોર, ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે, ઉપરવાળો બધું જ જુએ છે....


વલસાડ જિલ્લામાં આજે કોરોના પોઝિટિવ 2 કેસ નોંધાયા છે. વલસાડના દેવપ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતી 63 વર્ષીય મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તો બીજી તરફ દિવ્યમ એપાર્ટમેન્ટમાં રહેતા 91 વર્ષીય વૃદ્ધ પુરૂષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે વલસાડ જિલ્લામાં કુલ આંક 37 પર પહોંચ્યો છે જેમાંથી 14 દર્દીઓએ કોરોનાને માત આપી છે.


આ પણ વાંચો:- શ્રમિકોની સંખ્યામાં ઘટાડો થતા સુરતથી યુપી જતી ટ્રેનો કેન્સલ કરાઈ


આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં કોરોનાનો વધુ 5 કેસ પોઝિટિવ આવ્યો છે. આજે 74 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 69 સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જ્યારે 5 દર્દીઓના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જેમાં કડી તાલુકામાં 3 પોઝિટિવ કેસ, બેચરાજી તાલુકાના માંડલી ગામમાં 1 પોઝિટિવ કેસ અને જોટાણા તાલુકામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube