ઝી 24 કલાકનું GujaratEVimarsh - કોરોના સંકટમાં પહેલીવાર ઈ-મંચ પર સાથે આવ્યા રૂપાણી સરકારના મંત્રીઓ
સૌથી મોટા ઈ-મંચ પર રૂપાણી સરકારના મંત્રીઓ એકસાથે આવવું ‘ગુજરાત e-વિમર્શ’ (GujaratEVimarsh) પણ શક્ય બન્યું છે. કોરોનાના કપરા કાળમાં આ તમામ મંત્રીઓ (Direct with ministers) ઝી 24 કલાકની સાથે એક મંચ પર આવ્યા છે, જેઓએ મહામારીના આ સંઘર્ષમાં સરકાર કેટલી પ્રયત્નશીલ છે અને લોકોએ પણ કેવો સાથ સહકાર આપવો તે વિશે મોકળા મને વાત કરી છે. ગુજરાત સરકારના મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી (અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા), સૌરભ પટેલ (ઊર્જા મંત્રી), વિભાવરીબેન દવે (મહિલા અને બાળ કલ્યાણ મંત્રી), યોગેશ પટેલ (નર્મદા અને શહેરી આવાસ મંત્રી), ગણપત વસાવા (વન અને આદિજાતિ વિકાસ મંત્રી), ઈશ્વર પરમાર (સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી), ઈશ્વરસિંહ પટેલ (રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ), જવાહર ચાવડા (પર્યટન અને મત્સ્યોદ્યોગ મંત્રી), જયેશ રાદડિયા (અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી) તેમજ કૌશિક પટેલ, મહેસૂલ મંત્રીએ ઝી 24 કલાકના પ્લેટફોર્મ પર શું વાત કરીએ તે જાણીએ...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સૌથી મોટા ઈ-મંચ પર રૂપાણી સરકારના મંત્રીઓ એકસાથે આવવું ‘ગુજરાત e-વિમર્શ’ (GujaratEVimarsh) પણ શક્ય બન્યું છે. કોરોનાના કપરા કાળમાં આ તમામ મંત્રીઓ (Direct with ministers) ઝી 24 કલાકની સાથે એક મંચ પર આવ્યા છે, જેઓએ મહામારીના આ સંઘર્ષમાં સરકાર કેટલી પ્રયત્નશીલ છે અને લોકોએ પણ કેવો સાથ સહકાર આપવો તે વિશે મોકળા મને વાત કરી છે. ગુજરાત સરકારના મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી (અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા), સૌરભ પટેલ (ઊર્જા મંત્રી), વિભાવરીબેન દવે (મહિલા અને બાળ કલ્યાણ મંત્રી), યોગેશ પટેલ (નર્મદા અને શહેરી આવાસ મંત્રી), ગણપત વસાવા (વન અને આદિજાતિ વિકાસ મંત્રી), ઈશ્વર પરમાર (સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી), ઈશ્વરસિંહ પટેલ (રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ), જવાહર ચાવડા (પર્યટન અને મત્સ્યોદ્યોગ મંત્રી), જયેશ રાદડિયા (અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી) તેમજ કૌશિક પટેલ, મહેસૂલ મંત્રીએ ઝી 24 કલાકના પ્લેટફોર્મ પર શું વાત કરીએ તે જાણીએ...
કોરોના વાયરસ અદ્રશ્ય રાક્ષસ છે - રાજેન્દ્ર ત્રિવેદી
સંસાર મેં આયે હૈ તો જીના હી પડેગા.. કોરોના આયા હૈ તો લડના હી પડેગા...ની પંક્તિ લલકારતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, ઋષિમુનિઓને રાક્ષસો સાથે લડવું પડતું હતું. કોરોના વાયરસ અદ્રશ્ય રાક્ષસ છે. બાળકોને સંસ્કાર આપવાનો મોકો મળ્યો છે. બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવો. સાંજે ઘરે જાઓ ત્યારે માસ્ક ધોવા અચૂક નાંખો. જેટલી વાર હાથ ધોશો એટલી વાર કોરોના ધોવાશે. સાબુથી હાથ ધોઈને કોરોનાને ધોઈ નાખીએ. વડીલોની, બાળકોની, પોતાની કાળજી લો. કોરોના વૉરિયર્સ માટે અહોભાવ કેળવો. સંકલ્પ કરો કે આપણે જ જીતીશું. ગુજરાત વિધાનસભામાં લેવાયેલા સેનેટાઈઝેશનના પગલા વિશે તેઓએ કહ્યું કે, 2 મહિનામાં વિધાનસભામાં 15 વાર આવ્યો. વિધાનસભામાં સેનિટાઈઝર અને ટેમ્પરેચર ગન વસાવી છે. વિધાનસભામાં દોઢસો ટેબલ પર સેનિટાઈઝરની બોટલ મૂકી છે. માસ્ક પહેર્યું છે કે નહિ તેની ઓચિંતી મુલાકાત લઉં છું. ફાઈલો આવે તો સેનિટાઈઝિંગ કરવી ફરજિયાત છે. વિધાનસભાનું કામ સૂચારુ રૂપે ચાલી રહ્યું છે. ગુજરાતની ગાડી પાટે ચઢી રહી છે. પગરખાં ઘરની બહાર કાઢવાં. શક્ય હોય તો જૂતાંનાં તળિયાં સેનિટાઈઝ કરો. જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી માસ્ક છે. માસ્કને પણ ધોવું અને સેનિટાઈઝ કરવું. સાદું માસ્ક રોજ ધોવું જોઈએ. બીમારીથી પીડાતા વડીલો બહાર ના નીકળે. નાનાં બાળકોને ઘરની બહાર ના જવા દો. ધારાસભ્યોએ જાગૃતિ લાવવાનું કામ કરવાનું છે. લોકડાઉન પછી સાવચેતી એ જ ઉપાય છે.
સંકટમાં આપણે અર્થતંત્ર બેઠું કરવાનું છે - સૌરભ પટેલ
- ગુજરાત કોરોના સાથે કેવી રીતે આગળ વધશે તેવા સવાલના જવાબમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, ક્યારેય વિચાર્યું ના હોય તેવી આ લડત છે. ક્યારેય ના સાંભળ્યું હોય તેવી લડાઈ છે. દુનિયાના બધા દેશો કોરોનાથી પીડિત છે. હજારો-લાખો લોકો કોરોનાનો શિકાર બન્યા છે. આપણે બધાએ સાથે મળીને આ લડાઈ લડવાની છે. આપણે જોઈ નથી શકતા તે લડાઈ લડવાની છે. ભારતમાં પણ હજારો લોકો સામનો કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું એ ફરજિયાત છે. આપણને ગમે કે ના ગમે માસ્ક પહેરવું પડશે. માસ્ક પહેરવાની આદત પાડવી જ પડશે. માસ્ક પહેરવું એ ફરજિયાત છે. સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો છે. આપણે હાથ વારંવાર ધોવા પડશે. શરૂમાં ખબર નહોતી કે આટલું લાંબું ચાલશે.
- અમારો વિભાગ પહેલો હતો, જેણે પહેલી મદદ કરી છે. 15મી મે સુધી બિલો ન ભરવાની જાહેરાત કરી હતી. બિલ ભરવાની મુદત લંબાવીને 30 મે પણ કરી હતી. રાજ્યના તમામ ઉદ્યોગોનો ફિક્સ ચાર્જ માફ કર્યો. વીજળી બિલમાં 400 કરોડ રૂપિયાની માફી આપી હતી. ઊર્જા વિભાગે વીજ પુરવઠો સતત ચાલુ રાખ્યો. કોલસો આવે, ગેસ આવે, વીજમથકો ચાલુ રાખ્યાં. ઊર્જા વિભાગના અધિકારીઓ-કર્મીઓએ શ્રેષ્ઠ કામ કર્યું છે.
- ગુજરાતમાં ઉદ્યોગો ફરી ક્યારે ધમધમતા થશે તે અંગે સૌરભ પટેલે જવાબ આપ્યો કે, ફેક્ટરીઓ બંધ એટલે ઉત્પાદન નથી થતું. દુકાનો બંધ છે એટલે માંગ નથી. આપણા ઉદ્યોગો દુનિયા સાથે જોડાયેલા છે. વિદેશમાં બધું બંધ હોય તો માલ કેવી રીતે જાય તેવના જવાબમાં તેમણે કહ્યુ કે, આ એક ખૂબ મોટી ચેલેન્જ છે. ધીમે ધીમે શરૂઆત થશે ત્યારે માગ વધશે. ઈન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટરને પણ અસર થઈ. પ્રવાસન ક્ષેત્રને પણ કોરોનાથી મોટો ફટકો પડ્યો છે. ગુજરાત સરકારની આવકમાં ઘટાડો થયો છે. આવકમાં ઘટાડો થયો ખર્ચ બધા ચાલુ છે. આ સંકટમાં આપણે અર્થતંત્ર બેઠું કરવાનું છે. રોજ 13 કરોડ યુનિટ વીજળી વપરાતી હતી. લૉકડાઉનમાં 3 કરોડ યુનિટ વીજળી વપરાઈ હતી. ઊર્જા વિભાગમાં રોજ 20 કરોડની આવક ઘટી છે. મહાસંકટમાં ઉદ્યોગો બંધ થતાં આવક બંધ થઈ છે.
- ઊર્જા વિભાગે કેવી રીતે કામ કર્યું સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ઊર્જા વિભાગે 2 મહિના કોઈ ઑફિસો બંધ નથી કરી. કલેક્ટર પાસેથી મંજૂરીઓ લઈને કામ ચાલુ રાખ્યું છે. ઊર્જા વિભાગ સંબંધિત ફેક્ટરીઓ સતત ચાલુ રાખી છે. કૉન્ટ્રાક્ટરોના લેબર જતા ના રહે તે ધ્યાન રાખ્યું. ઘર અને ખેતીનો વીજ વપરાશ ચાલુ રાખ્યો. ઉનાળામાં ખેતીમાં રેકોર્ડ બ્રેક વીજ વપરાશ થયો. કોઈ ખેડૂતની ફરિયાદ આવવા નથી દીધી. આ વર્ષના બજેટમાં અમે ખેડૂતોને કનેક્શન આપી. નવાં સબ સ્ટેશન ઊભાં કરવાનાં છે તે પણ કરીશું. કોરોના સામેની લડાઈ આખી દુનિયા લડી રહી છે. ભૂકંપ આવ્યો ત્યારે ગુજરાત બેઠું થયું. આ વખતે પણ વધારે ઝડપથી ગુજરાત દોડતું થશે.
શ્રમિકોની સંખ્યામાં ઘટાડો થતા સુરતથી યુપી જતી ટ્રેનો કેન્સલ કરાઈ
જીવનશૈલીમાં આપણે બધાએ ફેરફાર કરવો પડશે- ગણપત વસાવા
ZEE 24 કલાક પર ઈ-વિમર્શ ડાયરેક્ટ વિથ મિનિસ્ટર માં વનમંત્રી ગણપત વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં જનજીવન પુનઃ ધબકતું થાય તે અમારી પ્રાથમિકતા છે. વેપાર-ધંધા ફરી શરૂ થાય તે પ્રાથમિકતા છે. ગરીબો અને શ્રમિકોની રોજીરોટી શરૂ થાય તે પ્રાથમિકતા છે. અમારી સરકારના તમામ વિભાગો સક્રિય છે. રસીના શોધાય ત્યાં સુધી કોરોના સાથે જીવતાં શીખવાનું છે. જીવનશૈલીમાં આપણે બધાએ ફેરફાર કરવો પડશે. ગુજરાત સરકારના ત્રણ વિભાગો મારી પાસે છે. પૂર્વ પટ્ટીમાં 95 લાખ આદિવાસીઓની કાળજી લીધી. આદિજાતી અને વનવિભાગે લૉકડાઉનમાં કામ કર્યું. ગૌણ વન પેદાશોની ખરીદી સરકારે ચાલુ રાખી હતી. 10 કરોડ રૂપિયાની રોજગારી પૂરી પાડવામાં આવી છે. આદિવાસી વિદ્યાર્થીઓને સરકારે સહાય આપી. તમામ વિદ્યાર્થીઓને 1500 રૂપિયા લેખે ચૂકવણું કર્યું. અંદાજે 21 કરોડ રૂપિયા આદિવાસી વિદ્યાર્થીઓને પહોંચાડ્યા. વન વિભાગે મનરેગાનાં કામ શરૂ કર્યાં છે. હજારો આદિવાસીઓને રોજીરોટી પૂરી પાડવાનું કામ કર્યું. લૉકડાઉનમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ હતી. તમામ આંગણવાડીઓ બંધ કરવી પડી હતી. ધાત્રી માતાઓને ઘરે જઈને લાભ પહોંચાડ્યા. બહેનોએ ઘરે જઈને લાભ પહોંચાડ્યા છે. તેમણે કહ્યું કે, એક ગુજરાતી તરીકે હું પણ કોરોના વૉરિયર્સ છું. સુરતે પ્લેગ જોયો છે, રેલ પણ જોઈ છે. કોરોના સંકટમાંથી પણ સુરત બહાર આવશે. મંત્રી હીરા અને કાપડ ઉદ્યોગ ફરીથી ધમધમતો થશે. ધારાસભ્યોની ગ્રાન્ટ કોરોના વાયરસ સામે લડવા આપી છે. ધારાસભ્યોના પગારમાં 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે. કુદરતી આપત્તીઓમાં ગુજરાત અડીખમ રહ્યું છે.
મોરબીની ગાડી પાટા પર આવી, 8૦૦માંથી ધીમેધીમે કરીને 200થી વધુ કારખાના ચાલુ થઇ ગયા
પાન-મસાલા માટે સરકારે મનાઈ કેમ કરી હતી તે સમજવું જોઈએ - જવાહર ચાવડા
કોરોનાના કપરા સમય વિશે મંત્રી જવાહર ચાવડાએ કહ્યું કે, કોરોનાએ આપણને બ્રહ્મજ્ઞાન આપ્યું છે. કેવી રીતે જીવવું તે શીખવ્યું છે. ટોળે વળવું એ આપણો સ્વભાવ છે. મૂળ સ્વભાવમાં આપણે ફેરફાર કરવો પડશે. કોરોનાની સમજ ફાયદો કરાવશે. માછીમારો માટે આખું વર્ષ ખરાબ ગયું છે. વાવાઝોડા અને લૉકડાઉને માછીમારોને રડાવ્યા છે. માછીમારોને બંદર પર રાખવા શક્ય નહોતા. ઓખા, પોરબંદર, જખૌ, રાજુલા, કોડિનારમાં અસર થઈ છે. માછીમારીના વ્યવસાયને ઘણી મોટી અસર થઈ છે. 20 લાખ કરોડના પેકેજથી માછીમારી ક્ષેત્ર ફરીથી વેગવંતુ બનશે. પ્રવાસન ક્ષેત્રને કોરોનાથી મોટી અસર થઈઃ છે. વિદેશીઓ અહીં ફસાયા હતા તેમને પરત મોકલ્યા છે. વિદેશમાં ગુજરાતીઓ ફસાયા તેમને પરત લાવ્યા છીએ. રાજ્ય બહાર ગુજરાતીઓ હતા તેમને પરત લાવ્યા છીએ. પ્રવાસન ક્ષેત્ર કેવી રીતે ધમધમશે તે મોટો સવાલ છે. આપણું પ્રવાસન જાણવાનો આપણને મોકો મળ્યો છે. પહેલાં આપણે આપણા વિસ્તારો જોઈએ અને જાણીએ. 30 વર્ષ આપણે બહારનું બહુ જોયું: હવે આપણી ધરોહર જોવાનો સમય છે. આપણું જોઈ લઈએ પછી આજુબાજુ ફરીશું. ગુજરાતમાં ફરવું અને જાણવું તે પ્રાયોરિટી રહેશે. સ્વચ્છ રહેવાથી સ્વસ્થ રહી શકાશે.
પાન-મસાલાની વધતી ડિમાન્ડ વિશે તેઓએ જણાવ્યું કે, ગામડામાંથી તમાકુ-પાન-બીડીના ખૂબ ફોન આવતા હતા. સરકારે મનાઈ કેમ કરી હતી તે સમજવું જોઈએ. તમાકુ ખાઓ એટલે થૂંકવું પડે છે. થૂંકવાથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે.
પાનના ગલ્લે લોકો ભેગા થતા હોય છે. બીડી-સિગરેટથી ફેફસાં કમજોર થાય છે. કોરોનામાં ફેફસાં પર પહેલી અસર થાય છે. કુટેવ છોડવી અઘરી છે, પણ અશક્ય નથી. હું પણ સિગરેટ પીતો હતો. કોરોના સામે મંજીલ લાંબી છે. ડિસ્ટન્સિંગ, ચોખ્ખાઈ રાખવાનું શીખવું પડશે.
કોરોના સામેના જંગમાં આપણે સહયોગ આપીએ, યોદ્ધા તરીકે વિજય મેળવીએ - ઈશ્વર પરમાર
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારે લોકડાઉનની સફળતા પર કહ્યું કે, ચારેય લૉકડાઉન સફળ રહ્યાં છે. અર્થતંત્ર માટે 20 લાખ કરોડનું પેકેજ ભારતને આત્મનિર્ભર બનાવતું પેકેજ સાબિત થશે. સેવાભાવી સંસ્થાઓ ખૂબ સારું કામ કર્યું: છે. ખેડૂતોએ મફતમાં શાકભાજીનું વિતરણ કર્યું. તમામ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડ્યો છે. 9 લાખથી વધુ લાભાર્થીઓને 156 કરોડ સહાય અપાઈ છે. લૉકડાઉન-4માં વિકાસનાં કામો ગતિ પકડી રહ્યાં છે. કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે સરકારનો નિર્ધાર છે. કોરોના સામેની લડાઈ લાંબી ચાલવાની છે. ગભરાયા વગર કોરોના સામે લડવાનું છે. કેન્દ્રએ ગુજરાતને 7 ટન આયુર્વેદિક દવાઓ આપી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા લોકો કટિબદ્ધ છે. સુરતના ઉદ્યોગો ધીમે ધીમે
શરૂ થઈ રહ્યા છે. સ્થિતિ સુધરશે એટલે વધારે છૂટ મળશે. હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ ધમધમતો થશે. કેન્દ્ર અને રાજ્ય ખૂબ સારી કામગીરી કરી રહી છે. કોરોના સામેના જંગમાં આપણે સહયોગ આપીએ. યોદ્ધા તરીકે આપણે વિજય મેળવીએ તેવી આશા છે.
નેતાઓ તેમની ઉંમર ના જુએ અને સેવા કરે - યોગેશ પટેલ
કોરોના વિશે વાત કરતા મંત્રી યોગેશ પટેલ બોલ્યા કે, આ એક વિશિષ્ટ પ્રકારનો રોગ આવ્યો છે. જેઓ 110 વર્ષના છે તેઓએ પણ આવું જોયું નથી. સરકારે લોકોને અનેક રીતે જાગૃત કર્યા છે. લોકોએ શરૂઆતમાં ખૂબ સારો અમલ કર્યો. નિયમોનું પાલન કર્યું એટલે આપણે વધુ સુરક્ષિત રહ્યા. વડોદરામાં 31 હજાર સ્પેશિયલ કિટનું વિતરણ કર્યું છે. વડોદરાની હૉસ્પિટલોમાં 30 લાખનાં સાધનો આપ્યાં છે. હૉસ્પિટલોમાં મોબાઈલ ફોન આપ્યા, જેથી દર્દી વાત કરી શકે. વિકસિત દેશો પણ કોરોનાથી ત્રસ્ત છે. પીએમ મોદીની ક્ષમતાનો જોટો જડે એવો નથી. દેશની જનતાને જાગૃત કરવામાં પીએમ સફળ રહ્યાં. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મહેનત કરી છે. તેમણે કોરોનાની કામગીરી વિશે કહ્યું કે, કલેક્ટર અને DDO સાથે રોજ વાત થતી હતી. આદિવાસી વિસ્તારમાં સમયસર સૂચનાઓ પહોંચાડી છે. ઓછા સ્ટાફથી સારી રીતે નિભાવી ફરજ નિભાવી છે. દુનિયાને આ વાયરસની જરૂર હતી. આખી દુનિયાનું પર્યાવરણ બચ્યું છે. આજે દૂર દૂરથી પહાડો જોઈ શકાય છે.
નદીઓ ગંદી હતી તે આજે શુદ્ધ થઈ છે. કોરોના વાયરસથી માનવે શીખવા જેવું છે. ભવિષ્યમાં પર્યાવરણ ના બગડે તે જોવાનું છે. કેન્સર જેવા રોગો ખરાબ પર્યાવરણથી થાય છે. કોરોના વાયરસ એવો છે જેણે પર્યાવરણ સુધાર્યું છે. આ ગુજરાતને અનેક સંકટો જોયાં છે. ગુજરાતે પૂર, વાવાઝોડું, ભૂકંપ બધું જોયું છે. ગુજરાતીઓ મુસીબતમાંથી બહાર આવવાનું જાણે છે. આખો દેશ આ મુસીબતમાંથી બહાર આવશે. નેતાઓ તેમની ઉંમર ના જુએ સેવા કરે. પ્રજાની મુસીબતો સમજો તે કદાપિ નહિ ભૂલે. નેતા મદદ નહીં કરે તો જનતા માફ નહિ કરે. પોલીસે લોકોની ખૂબ મોટી મદદ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીની મહેનત રંગ લાવી છે. આ દેશને એક ટકા જ અસર થઈ છે. થોડા સમયમાં જ કોરોનાની રસી આવી જશે. લોકોએ કોઈ પણ હાડમારીથી ડરવું ના જોઈએ. મુસીબત આવે ત્યારે પોતે જ સહન કરવાનું હોય છે. નેતાઓ ઘરમાં રહીને પણ માર્ગદર્શન આપે.
2 મહિના ઘરોમાં મહિલાઓનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું - વિભાવરીબહેન દવે
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે કહે છે કે, કોરોના સાથે આપણે જીવતાં શીખવાનું છે. PMએ આપેલું લૉકડાઉન સુરક્ષા કવચ બન્યું છે. કોરોનાથી તમને તમે પોતે જ બચાવી શકશો. લૉકડાઉન પહેલાં જ શાળા-કૉલેજો બંધ કરવાનો નિર્ણય સરકારે કર્યો. વિદ્યાર્થીઓને ઘરે બેઠાં ચેનલો ઉપર શિક્ષણ આપ્યું. દરેક યુનિવર્સિટીએ વેબિનારનું આયોજન કર્યું. દેશમાં સૌથી પહેલાં ગુજરાતે ઑનલાઈન શિક્ષણ શરૂ કર્યું. GTUમાં મૉક ટેસ્ટ લેવાઈ તે સીમાચિહ્ન રૂપ છે. ધાત્રી માતાઓને ઘરે ઘરે જઈને આહાર પહોંચાડ્યો. આંગણવાડીની બહેનોએ લૉકડાઉનમાં ફરજ નિભાવી. કોરોના વૉરિયરને સન્માનિત કરીને જુસ્સો વધાર્યો. આપત્તિને અવસરમાં ફેરવે એ જ સાચો ગુજરાતી છે. અદ્રશ્ય દુશ્મનને પણ હરાવે એ સાચો ગુજરાતી. 24 કલાકની રાત્રિ ક્યારેય હોતી નથી. આપણી પણ એક સારી સવાર ઉગવાની છે. આખા વિશ્વમાં એક સાથે એક સમાન આફત આવી છે. આપણા પ્રધાનમંત્રી આગોતરું વિચારે છે. પૂર અને વાવાઝોડામાં આત્મવિશ્વાસ અડીખમ રહ્યો
છે. ભૂકંપમાં પણ ગુજરાતીઓ ડગમગ્યા નથી. આપણી પાસે માસ્ક જેવું હથિયાર છે. સાવચેતીનાં હથિયારથી આપણે જીતવાનું છે. વિશ્વમાં સૌથી વધુ સારી કામગીરી ભારતે કરી છે. 21મી સદી ભારતની છે. કોરોના વૉરિયર્સમાં સૌથી વધુ મહિલાઓ છે. દરેક પરિવારમાં મારી એક કોરોના વૉરિયર છે. 2 મહિના ઘરોમાં મહિલાઓનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. મહિલાઓની પડખે પુરુષોનું પણ પૂર્ણ યોગદાન રહ્યું છે. આપણે જરૂર આ લડાઈમાંથી બહાર આવીશું.
કોંગ્રેસ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે - ઈશ્વરસિંહ પટેલ
- મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઝી 24 કલાકના પ્લેટફોર્મ પર આવીને કહ્યું કે, અન્ય દેશો કરતાં ભારતની સ્થિતિ સારી છે. પ્રધાનમંત્રીએ સમયસૂચકવા વાપરી અને 24 માર્ચથી 31 મે સુધી લૉકડાઉન ફળ્યું. આપણા દેશમાં મૃત્યુઆંક ખૂબ ઓછો છે. રસી શોધાઈ નથી એટલે સતર્ક રહેવું જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. અનેક પગલાં કેન્દ્ર-રાજ્ય સરકાર લઈ રહી છે. મારા વિભાગે લૉકડાઉનમાં યોગનો પ્રચાર કર્યો છે. યોગની બુકલેટ ઑનલાઈન લોકો સુધી પહોંચાડી છે.
- ઉકાળા, હોમિયોપેથીની ગોળીઓ, આદુનો રસ, લીંબુના રસનું વિતરણ લોકોને કર્યું છે. તમારા મંત્રાલયનો રોડમેપ શું છે તે વિશે તેઓએ જણાવ્યું કે, કારીગરોને આર્થિક રીતે મદદરૂપ થવા લોન આપી છે. તુવેર, ઘઉં, ચણા, મગફળીની સરકારે ખરીદી કરી છે.ટેકાના ભાવે ખરીદીને ખેડૂતોને મદદ કરી છે.
- ઉદ્યોગો માટે કેન્દ્ર સરકાર યોજનાઓ લાવી છે. ઉદ્યોગોને નવી લોન અને સબસિડી મળશે. નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોને યોજનાનો લાભ મળશે. MSME એકમોને બેઠા કરવા કેન્દ્ર કાર્યરત છે.
- કોંગ્રેસ વિશે તેઓએ કહ્યું કે, કોંગ્રેસ શ્રમિકોને ખોટી રીતે ભરમાવતી હતી. કોંગ્રેસ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે. કોંગ્રેસે કોરોનામાં રાજકારણ ના રમવું જોઈએ. કોંગ્રેસ શ્રમિકોને ભરમાવી રહી છે. તે ગુજરાતનું અર્થતંત્ર ભાંગવા માગે છે. કોંગ્રેસ લોકોને ભડકાવવાનું બંધ કરે. મારા સહકાર વિભાગના અધિકારીઓને અભિનંદન. સહકાર વિભાગના કર્મચારીઓએ સતત કામ કર્યું. સરકારના તમામ કર્મચારીઓને અભિનંદન છે. અત્યારે RTOમાં ઑનલાઈન કામગીરી થઈ રહી છે. તમામ કોરોના વૉરિયર્સનો આભાર.
સંકટમાં કુદરત હંમેશાં ગુજરાત સાથે રહી છે - જયેશ રાદડિયા
અન્ન-નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા સાથેના ઈ-વિમર્શમાં તેઓએ કહ્યું કે, સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આપણે ખુદ પણ ધ્યાન રાખવાનું છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે જવાબદારી નિભાવી છે. ગરીબ પરિવારોને જમવાની સુવિધા કરી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી રાહત પહોંચાડી છે. પુરવઠા વિભાગે 2 મહિના સફળતાપૂર્વક કામ કર્યું. લૉકડાઉન પહેલાં મગફળી પુરવઠા વિભાગે ખરીદી લીધી હતી. ચણા, તુવેર, ઘઉંની ટેકાના ભાવે સરકારે ખરીદી કરી છે. લૉકડાઉન-4 પછી શું છે રૂપાણી સરકારનો રોડ મેપ તે વિશે તેઓએ કહ્યું કે, ગુજરાતે દરેક સંકટનો સામનો કર્યો છે. સંકટમાં કુદરત હંમેશાં ગુજરાત સાથે રહી છે. આ સંકટનો સમય છે, સાવચેતી રાખવી જરૂરી છે, રાજનીતિનો નહિ. ખેડૂતોના મુદ્દે વિપક્ષ રાજનીતિ ના કરે. 'હું પણ ખેડૂતપુત્ર છું, અમારી રજૂઆતો ચાલુ હોય છે' ગુજરાતને અનેક સંકટ જોયાં છે, અને જીત્યા પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે