ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 456 કેસ, રાજ્યનો રિકવરી રેટ 98.83 ટકા
ગુજરાતમાં કોરોના કેસમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે 24 કલાકમાં માત્ર 456 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 203 કેસ નોંધાયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં શનિવાર કરતા રવિવારે કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 456 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન એકપણ મોત થયું નથી. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ છેલ્લા 24 કલાકમાં 386 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 12 લાખ 33 હજાર 698 થઈ ગયા છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10947 લોકોના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ 203 અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 86, વડોદરા શહેરમાં 38, ભાવનગર શહેરમાં 13, કચ્છમાં 13, મહેસાણામાં 13, નવસારીમાં 13, વલસાડમાં 12, સુરત ગ્રામ્ય 11, ગાંધીનગર શહેર 10, પાટણ 5, અમદાવાદ ગ્રામ્ય 4, ભરૂચ, આણંદ અને ગાંધીનગર ગ્રામ્યમાં ચાર-ચાર, દ્વારકામાં 3, પોરબંદરમાં ત્રણ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3548 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 19 હજાર 203 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી 10947 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.83 ટકા છે.
ગુજરાતમાં આજે સાંજે 5 કલાક સુધીમાં કોરોના વેક્સીનના માત્ર 12372 ડોઝ આપવામાં આવ્યાં છે. આમ રાજ્યમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 11 કરોડ 15 લાખ 32 હજાર 706 પર પહોંચી ગયો છે. જેમાં પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube