નચિકેત મહેતા/ખેડા :ખેડા જિલ્લામાં ગ્રીષ્મા વેંકરિયા જેવો હત્યાકાંડ સર્જાયો છે. ખેડા જિલ્લાના ત્રાજ ગામે બસ સ્ટેન્ડ પાસે ગઈ કાલે સાંજના સુમારે ગામની એક સગીરાની જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરાઈ છે. સગીરાની પણ ગ્રીષ્મા વેંકરિયાની જેમ જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી છે. ખેડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંજના સાત વાગ્યાના સુમારે ઘટી ઘટના બની હતી. ખેડા જિલ્લાના માતર પાસે તારાપુર હાઇવે પર આવેલ ત્રાજ ગામે ગામમાં રહેતી કૃપા પટેલ નામની 16 વર્ષીય દીકરી સાંજના સમયે ગામમાં મહાદેવના દર્શન કરવા ગઇ હતી અને વળતા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડડ્રિંક લેવા આવી હતી. બસ આ જ સમયે ગામમાં જ રહેતો રાજુ નામના 46 વર્ષીય શખ્સે કૃપાને પકડી લીધી હતી અને પોતની પાસે રહેલ ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી કાપી નાખ્યું હતું. આટલે ઓછું હોય તેમ કૃપાના હાથ પર પણ બે ઘા મારતા દુકાનની પાસે લોહીના ફુંવારા ઉડ્યા હતા. જોકે અચાનક બનેલી ઘટનાને લઇ કૃપા સાથે આવેલી તેની બહેનપણીએ બૂમો પાડતા સ્થાનિક લોકો એકઠા થયા હતા. કૃપાને 108 મારફતે સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. જોકે કૃપાને સારવાર મળે તે પહેલા જ કૃપાનું મોત થઇ ગયું હતું.


મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર : અદાણીએ CNG ના ભાવમાં ઘટાડો કર્યો


બીજી તરફ સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી પાડી માતર પોલીસને હવાલ કર્યો હતો, ઘટનાની જાણ ખેડા એસપીને થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃતક કિશોરીના પરિવારજનોની ફરિયાદ લેવાની અને હત્યારા રાજુની પૂછપરછ હાથ ધરી કૃપાની હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે, કઈ રીતે હત્યાનો પ્લાન બનાવ્યો તેની તપાસ માતર પોલીસે હાથ ધરી છે. 


રાંધણ છઠ્ઠમાં મોંઘવારી નડી! ગુજરાતીઓના ઘરોમાં દૂધપાક ન બન્યા, ઓછી વસ્તુઓ બનાવી ચૂલો ઠારી દીધો
 
ગ્રીષ્મા વેંકરિયા જેવી કૃપાની હત્યા 
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ ફેનિલે હથિયાર સાથે ગ્રીષ્માના ઘરની બહાર તોફાન મચાવ્યું હતું. ત્યારબાદ તેણે યુવતીને પકડી લીધી હતી. તેણે છરી બતાવી લોકોને નજીક ન આવવાનું કહ્યું હતું. એકતરફી પ્રેમમાં બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી. તેના બાદ ગ્રીષ્મા વેકારીયા હત્યા કેસ મામલે સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ફેનિલ વેકરિયાને કોર્ટે ફાંસીની સજા ફટકારાઈ હતી.