મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર : અદાણીએ CNG ના ભાવમાં ઘટાડો કર્યો

CNG Price Reduce : સીએનજીના ભાવ ઘટતા રિક્ષા ચાલકો અને ખાનગી વાહનચાલકોને લાભ થશે : પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટશે

મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર : અદાણીએ CNG ના ભાવમાં ઘટાડો કર્યો

મૌલિક ધામેચા/અમદાવાદ :મોંઘવારીના માર વચ્ચે લોકોને મોટી રાહત. અદાણીએ CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પ્રતિ કિલોએ CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડાથી અદાણી CNG નો પ્રતિ કિલોનો ભાવ 83.90 રૂપિયા થયો છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી અદાણી CNGનો ભાવ સતત વધી રહ્યો હતો. સતત ભાવ વધારા બાદ હવે CNGના પ્રતિ કિલોના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો થયો છે. જેથી વાહનચાલકોના ખિસ્સાને રાહત મળશે. નવો ભાવ આજથી લાગુ થશે. 

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવમાં ઘટાડો થતા જનતાને થોડી રાહત થશે. વાહન ચાલકોને આ ભાવ ઘટાડાથી મોટી રાહત થશે. તેમને કરવા પડતા ખર્ચમાં 20 થી 30 ટકા સુધીનો ઘટાડો થઈ જશે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 2 ઓગસ્ટના રોજ અદાણી દ્વારા સીએનજી ગેસના ભાવમાં વધારો કરાયો હતો. તેના બાદ આજે 18 ઓગસ્ટ ભાવ ઘટાડાયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news