સુરત: 47 ઇન્ટરનેશનલ પતંગબાજોએ તાપી નદીના કિનારે આકાશમાં ઉડાવી પતંગ
ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજ્યભરમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડ, સુરત જીલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું.
તેજસ મોદી/સુરત: ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજ્યભરમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડ, સુરત જીલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતની તાપી નદીના કિનારે આયોજિત પતંગ મહોત્સવમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જીયમ, બ્રાઝીલ, બલગરીયા, કંબોડિયા, કેનેડા, ચીલી, ચીન, કોલંબીયા, ક્રોએશીયા, ક્રૂરાકો, એસ્ટોનીયા, ફિનલેન્ડ, વગેરે દેશો 47 જેટલા ઇન્ટરનેશનલ પતંગબાજોએ પોતાના અવનવા પતંગો આકાશમાં ઉડાડી લોકોના મન મોહી લીધા હતા.
પોરબંદર: PAK મરીનની નાપાક હરકત, 3 ભારતીય બોટ સાથે 18 માછીમારોનું અપહરણ
તો બીજી તરફ ભારતના પંતગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાત, આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરાલા, રાજસ્થાન દિલ્હી સહિતના રાજ્યોના 30 જેટલા નેશનલ અને ઇન્ટરનેશનલ પતંગબાજોએ ભાગ લીધો હતો. વિવિધ આકારો અને રંગોવાળી કાપડ, ફાઈબર સહિતના મટીરીયલમાં બનેલી પતંગોએ આકાશમાં સુંદર નજારો જમાવ્યો હતો.